રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તીને પૂછ્યો સવાલ- 'કાશ્મીરમાં અલ્પસંખ્યક CM સ્વીકારશો?'

ઋષિ સુનક UK ના પીએમ બનવાના મુદ્દે ભારતમાં રાજકીય ખળભળાટ જોવા મળી રહ્યો છે. મહેબૂબા મુફ્તીએ કરેલા કટાક્ષ પર હવે રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કર્યો છે. જાણો શું છે મામલો?

રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તીને પૂછ્યો સવાલ- 'કાશ્મીરમાં અલ્પસંખ્યક CM સ્વીકારશો?'

ઋષિ સુનક યૂનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. ત્યારબાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કટાક્ષ કર્યો છે કે યુનાઈટેડ કિંગડમમાં અલ્પસંખ્યક ઋષિ સુનકને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ અમે ભારતમાં સીએએ-એનઆરસીથી બંધાયેલા છે. આ બધા વચ્ચે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તી પર પલટવાર કરતા પૂછ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અલ્પસંખ્યક મુખ્યમંત્રી સ્વીકાર કરશે?

કાશ્મીરમાં અલ્પસંખ્યક સીએમ સ્વીકારશે મહેબૂબા?
પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે ઋષિ સુનકના યુકેના પીએમ તરીકે પસંદગી પામ્યા બાદ ભારતમાં અલ્પસંખ્યકોના અધિકારો પર મહેબૂબા મુફ્તીની ટ્વીટ જોઈ. મહેબૂબા મુફ્તી શું તમે જમ્મુ કાશ્મીરમાં કોઈ અલ્પસંખ્યકને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરશો?

— Ravi Shankar Prasad (@rsprasad) October 25, 2022

કલામને કર્યા યાદ
અન્ય ટ્વીટમાં રવિશંકર પ્રસાદે લખ્યું કે બ્રિટનના પીએમ તરીકે ઋષિ સુનકની પસંદગી બાદ કેટલાક નેતાઓ બહુસંખ્યકવાદ વિરુદ્ધ હાઈપર એક્ટિવ થઈ ગયા છે. તેમણે એપીજે અબ્દુલ કલામની અસાધારણ અધ્યક્ષતા અને 10 વર્ષ માટે પ્રધાનમંત્રી મનમોહન સિંહની યાદ આપવવા ઈચ્છીશ. એક પ્રતિષ્ઠિત આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂ પણ આપણા રાષ્ટ્રપતિ છે. 

પ્રસાદે ઋષિ સુનકના કર્યા વખાણ
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે એક અન્ય ટ્વીટમાં લખ્યું કે ભારતીય મૂળના એક કાબિલ નેતા ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બની રહ્યા છે. આ અસાધારણ સફળતા માટે આપણે બધાએ તેમના વખાણ કરવાની જરૂર છે. દુખદ છે કે કેટલાક ભારતીય નેતાઓ દુર્ભાગ્યવશ આ અવસર પર રાજનીતિક બ્રાઉની પોઈન્ટ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) October 24, 2022

શું કહ્યું હતું મહેબૂબાએ?
મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગર્વની ક્ષણ છે કે યુકેમાં પહેલા ભારતીય મૂળના પ્રધાનમંત્રી હશે. સમગ્ર ભારત યોગ્ય અર્થમાં જશ્ન મનાવી રહ્યું છે. એ યાદ રાખવું આપણા માટે સારું રહેશે કે યુકેએ એક જાતીય અલ્પસંખ્યક સભ્યને પોતાના પ્રધાનમંત્રી તરીકે સ્વીકાર્યા છે, છતાં આપણે એનઆરસી અને સીએએ જેવા વિભાજનકારી અને ભેદભાવવાળા કાયદાથી બંધાયેલા છીએ. 

આ વીડિયો પણ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news