Reliance Jio એ પ્રીપેડ ગ્રાહકો માટે લોંચ કર્યો ધમાકેદાર 2 પ્લાન, જો કે આ છે શરત
આ પ્લાનની જેમ તેમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી મળે છે ઉપરાંત અન્ય કેટલાક ફાયદાઓ પણ મળે છે
Trending Photos
નવી દિલ્હી : રિલાયન્સ જીયોએ પોતાનાં પ્રીપેડ ગ્રાહકો (JioPhone યુઝર્સ) માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. એક ટેરિફ પ્લાન 297 રૂપિયા અને બીજો 594 રૂપિયાનો છે. બંન્ને પ્લાન્સ હેઠળ યુઝર રોજિંદી રીતે 500 MB ડેટા મળશે. તે ઉપરાંત લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ મફત મળશે. બંન્ને પ્લાન સાથે જીયો એપનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી રહેશે. વાત જો 297 રૂપિયાના પ્લાનની કરીએ તો તેની વેલિડિટી 84 દિવસની હશે. રોજીંદી 500 MB 4જી ડેટા મળશે. ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટાડીને 64 kbps રહી જશે. આ ઉપરાંત યુઝર્સને કુલ 300 SMS મળશે.
દરેક પ્લાનની જેમ જ તેમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી મળે છે. 594 રૂપિયાનાં પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી 168 દિવસ (6 મહીના)ની હશે. આ પ્લાનમાં પણ યુઝર્સને રોજીંદા 500 MB 4જી ડેટા મળશે. ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps રહી જશે. તેમાં કુલ 300 મેસેજ મળે છે અને 168 દિવસ સુધીનો લોકલ અને એસટીડી કોલિંગ પણ ફ્રી મળે છે. આ ઉપરાંત જીયો એપનું સબ્સ્ક્રીપ્શન પણ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જીયો ફોન માટે પ્લાન 49 રૂપિયાથી ચાલુ થાય છે. ત્યાર બાદ 99 રૂપિયા અને 153 રૂપિયાનો પ્લાન છે. 49નાં પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેના માટે 1GB ડેટા અને 50 SMS મળે છે. ફ્રી વોઇસ કોલિંગ સાથે સાથે જિયો એપ્સની અનલિમિટેડ એક્સેસ પણ મળે છે. 99નાં પ્લાન હેઠળ 28 દિવસ માટે કોલિંગ ઉપરાંત 500 MB ડેટા રોજીંદી રીતે મળે છે, જો કે તેમાં 300 SMS મળે છે. તે ઉપરાંત જિયો એપ્સની અનલિમિટેડ એક્સેસ પણ મળે છે.
સૌથી પોપ્યુલર 153નો પ્લાન છે જેમાં સૌથી વધારે એવું જ છે પરંતુ, યુઝર્સને રોજીંદી રીતે 1GB ડેટા મળે છે અને 100 SMS પણ રોજિંદી રીતે મળે છે. તમામ પ્લાનની જેમ જ તેમાં પણ જીયો એપ્સની અનલિમિટેડ એક્સેસ પણ મળે છે. ઉપરથી તમામ પ્લાન માત્ર જીયો ફોન માટે ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે