પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિન્દુ છીએ, દેશના વિભાજન પર બોલ્યા ભાગવત

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, પાકિસ્તાન એટલે બન્યું કારણ કે હિન્દુ ભૂલી ગયા કે તે હિન્દુ છે. ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત તેમણે આ વાત કહી છે.   

Updated By: Nov 27, 2021, 10:00 PM IST
પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિન્દુ છીએ, દેશના વિભાજન પર બોલ્યા ભાગવત

ગ્વાલિયરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે (RSS Supremo Mohan Bhagwat) દેશના વિભાજન અને પાકિસ્તાનના નિર્માણ (Mohan Bhagwat on Making of Pakistan) ને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાગવતે કહ્યુ કે, પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિન્દુ છીએ. આ વાતને પાકિસ્તાનના મુસલમાન પણ ભૂલી ગયા.  

ગ્વાલિયરમાં એક મીડિયા સમૂહના કાર્યક્રમને સંબોધિત કરતા ભાગવતે કહ્યુ કે, હિન્દુ વગર ભારત નહીં અને ભારત વગર હિન્દુ નહીં. ખુદને હિન્દુ માનનારની પહેલા તાકાત ઓછી થઈ અને પછી સંખ્યા ઓછી થઈ. તેથી દેશનું વિભાજન થયું અને પાકિસ્તાન ભારતમાં ન રહ્યું. 

આ પણ વાંચોઃ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ, નવા વેરિએન્ટથી ખતરો વધ્યો

ભાગવતે આગળ કહ્યુ કે, આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહેતા આવ્યા છે. જે-જે વાતને હિન્દુ કહે છે, તે તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની બધી વાતો ભારતની ભૂમિ સાથે જોડાયેલી છે, સંયોગથી નહીં. ભાગવતે પોતાના સંબોધનમાં અશફાક ઉલ્લા ખાનની શહાદત અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સંઘર્ષને પણ યાદ કર્યો હતો. 

કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ સામેલ થયા હતા. મોહન ભાગવત શુક્રવારે રાત્રે ગ્વાલિયર પહોંચ્યા હતા. સનિવારે બપોરે તેમણે ગ્વાલિયરના કેદારપુર ધામમાં ચાર દિવસીય એક શિબિર અંતર્ગત લગાવવામાં આવેલી ઐતિહાસિક પ્રદર્શની પણ જોઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube