નાગપુરથી નથી ચાલતી સરકાર, ક્યારે નથી થતો ફોન :મોહન ભાગવત

મોહન ભાગવતે સ્પષ્ટ જણાવ્યું કે, સંઘ અને રાજનીતિને કોઇ જ સંબંધ નથી, જેથી સરકાર નાગપુરથી ચાલતી અટકળો સંપુર્ણ ખોટી છે

Updated By: Sep 18, 2018, 07:48 PM IST
નાગપુરથી નથી ચાલતી સરકાર, ક્યારે નથી થતો ફોન :મોહન ભાગવત

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દિલ્હીમાં આયોજીત ભવિષ્યનું ભારત કાર્યક્રમનાં બીજા દિવસે RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, સંઘ સંવિધાનને માનીને ચાલે છે. સંવિધાન વિરુદ્ધ જઇને અમે કોઇ પણ કામ નથી કર્યું, એવું કોઇ પણ ઉદાહરણ નથી કે અમે સંવિધાનનું ઉલ્લંઘન કર્યું હોય. તેમણે સંઘ અને રાજનીતિની વચ્ચે સંબંધો અંગે પણ મુક્તમને ચર્ચા કરી. સરકારનાં કામકાજમાં દખલની અટકળોને ફગાવતા તેમણે કહ્યું કે, લોકો કયાસ લગાવે છે કે નાગપુરથી ફોન હશે, તે ખોટી વાત છે. બિલ્કુલ ખોટી વાત છે. ભાગવતે સ્પષ્ટ કહ્યું કે, નાગપુરથી સરકાર નથી ચાલતી. 

મંગળવારે તેમણે કહ્યું કે, કેન્દ્રમાં કામ કરી રહેલા ઘણા લોકો સ્વયંસેવક છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ વગેરે સ્વયંસેવક રહી ચુક્યા છે. એવામાં ઘણા પ્રકારની વાતો થાય છે. વાસ્તવમાં આ લોકો મારી ઉંમરના છે તો રાજનીતિમાં તેઓ મારાથી સીનિયર છે. સંઘ કાર્યનો મારો જેટલો અનુભવ છેતેને વધારે અનુભવ તેમનો રાજનીતિનો છે. તેમણે પોતાની રાજનીતિ ચલાવવા માટે કોઇની સલાહની જરૂર નથી. અમે સલાહ આપી પણ શકીએ તેમ નથી. ભાગવતે તેમ જરૂર જણાવ્યું કે,હા તેમને સલાહ જોઇએ તો અમે આપી શકીએ તેમ છીએ.

સંવિધાનમાંથી જે સેંટર નિશ્ચિત થયું છે
સંઘ પ્રમુખે કહ્યું કે, રાજનીતિમાં અને સરકારની નીતિઓ પર સંઘનો કોઇ જ પ્રભાવ નથી. તે અમારા સ્વયં સેવકો છે અને સમર્થ છે પોતાનાં ક્ષેત્રમાં પોતાનું કામ કરવા માટે. દેશની વ્યવસ્થામાં જે સેંટર સંવિધાનથી નિશ્ચિત થયું છે, તેવું જ ચાલે છે અને ચાલવું જોઇએ, એવું અમારૂ માનવું છે. 

એક જ દળમાં સૌથી વધારે સ્વયં સેવક શા માટે?
સંઘની રાજનીતિ સાથે સંબંધ શો છે ? એક જ દળમાં કેમ સૌથી વધારે સ્વયં સેવકો છે. બાકી દળોમાં જવાની તેમની ઇચ્છા કેમ નથી હોતી. આ સવાલોનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે, આ અંગે તેમણે વિચાર કરવો જોઇએ. અમે કોઇ પણ સ્વયં સેવકને કોઇ પણ વિશિષ્ઠ રાજનીતિક દળનું કામ કરવા માટે નથી કહેતા. 

સંઘ શું કહે છે ? 
રાષ્ટ્ર માટે વિચાર માટે એક નીતિનું સ્વપ્ન લઇને કામ કરનારા લોકો એકની પાછળ એક ઉભા રહી જાઓ એવું પઅમે જરૂર કહીએ છીએ. તેઓ નીતિ કોઇ પણ દળની હોઇ શકે છે. રાષ્ટ્રહિતનું વિચારણા સ્વયં સેવક નાગરિક હોવાનાં નાતે પોતે જ કરે છે.