Russia Ukraine Tension: રાહ ન જુઓ, તરત જ પાછા ફરો... યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસની સલાહ
15 ફેબ્રુઆરીએ પણ દૂતાવાસે ભારતીયોને સ્વદેશ પરત ફરવાનું કહ્યું હતું.
Trending Photos
કીવઃ રશિયા અને યુક્રેન તણાવ સતત વધી રહ્યો છે, આ વચ્ચે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે વધુ એક એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વ વિદ્યાલયો દ્વારા ઓનલાઇન ક્લાકની પુષ્ટિની પ્રતીક્ષા કરવાની જગ્યાએ ઘરે પરત ફરવાનું કહ્યું છે.
દૂતાવાસે વધુ એક એડવાઇઝરી જાહેર કરતા કહ્યું- ભારતીય દૂતાવાસને મોટી સંખ્યામાં કોલ આવી રહ્યાં છે કે મેડિકલ વિશ્વવિદ્યાલયો દ્વારા ઓનલાઇન ક્લાસની પુષ્ટિ વિશે પૂછવામાં આવે. આ સંબંધમાં દૂતાવાસ ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સંબંધિત અધિકારીઓની સાથે સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને તેની સુરક્ષાના હિતમાં વિશ્વવિદ્યાલયથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાની જગ્યાએ અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.
કીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ જાહેર કરાયેલી ત્રીજી એડવાઇઝરી હતી. 20 ફેબ્રુઆરીએ એક એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું- યુક્રેનની સ્થિતિના સંબંધમાં સતત ઉચ્ચ સ્તરના તણાવ અને અનિશ્ચિતતાઓને જોતા તમામ ભારતીય નાગરિક જેનો પ્રવાસ જરૂરી નથી અને તમામ ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.
ADVISORY TO INDIAN STUDENTS IN UKRAINE.@MEAIndia @PIB_India @IndianDiplomacy @DDNewslive @PTI_News @IndiainUkraine pic.twitter.com/7pzFndaJpl
— India in Ukraine (@IndiainUkraine) February 22, 2022
15 ફેબ્રુઆરીએ પણ દૂતાવાસે ભારતીયોને સ્વદેશ પરત ફરવાનું કહ્યું હતું.
રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારતીયોને પરત લાવનારી યુક્રેન માટે એર ઈન્ડિયાની એક ફ્લાઇટ કીવ પહોંચી ગઈ છે. આ સિવાય બીજી બે ઉડાનોનું પણ સંચાલન થવાનું છે. એક ફ્લાઇટ આજે રાત્રે દિલ્હી પરત આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે