સર્જીકલ સ્ટ્રાઇક અને મોદી સરકાર બંન્ને નકલી છે: સંજય નિરુપમ

મોદી સરકારનાં બહાને કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ સામે ભભુકતો રોષ

સર્જીકલ સ્ટ્રાઇક અને મોદી સરકાર બંન્ને નકલી છે: સંજય નિરુપમ

નવી દિલ્હી : મુંબઇ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ન માત્ર સર્જિકલ સ્ટ્રાઇક પરંતુ સંપુર્ણ મોદી સરકાર જ નકલી છે. તેમણે વડાપ્રધાન મોદી પર તીખા શાબ્દિક પ્રહારો કર્યા હતા. નિરુપમ જ કોંગ્રેસનાં નેતા છે તેમણે 2016માં થયેલી સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા તેને નકલી ગણાવી હતી. જો કે કોંગ્રેસે તેમનાં નિવેદનને વધારે મહત્વ નહોતું આપ્યું પરંતુ ભાજપે આ મુદ્દે ભારે વિવાદ પેદા કરી દીધો હતો. હવે એકવાર ફરીથી સંજય નિરુપમે આ પ્રકારનું નિવેદન આપીને વિવાદ પેદા કરી દીધો છે. 

સંજય નિરુપમે કહ્યું કે, મુંબઇ આવીને મોદીએ 1975ની ઇમરજન્સીને તો યાદ કરી લીધી પરંતુ હાલમાં તેવી જ પરિસ્થિતી સર્જાઇ છે તે અંગે કોઇ ચર્ચા નથી કરી. તેઓ નીરવ મોદી કે મેહુલ ચોક્સી અંગે વાત નથી કરી રહ્યા.ભાજપનાં રાજમાં સૈનિકો અને ખેડૂતો જીવ ગુમાવી રહ્યા છે. યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગારી નથી મળી રહી, તે મુદ્દે સરકાર કોઇ પણ ચર્ચા કરવાનાં મુડમાં નથી. 

— ANI (@ANI) June 28, 2018

ઉલ્લેખનીય છે કે, મીડિયામાં સર્જીકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલા વીડિયો સામે આવ્યા બાદ એકવાર ફરીથી આ મુદ્દે વિવાદ પેદા થઇ ચુક્યો છે. જો કે કોંગ્રેસે સેનાનાં વખાણ કર્યા છે, પરંતુ એકવાર ફરીથી તેણે આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ભાજપની તરફથી કેન્દ્રી મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે પહેલાથી જ આ સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સહિત અન્ય નેતાઓએ પણ સૌથી પહેલા સવાલો પુછ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news