દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી બોલ્યા- ટેસ્ટ વધારવા હોય તો ICMR ને કહો કે ગાઇડલાઇન બદલે
દિલ્હીમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને ઝડપથી વધતાં કેસની વચ્ચે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈન (Satyendra Jain)એ શનિવારે કહ્યું કે ICMR ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરી શકીએ.
Trending Photos
નવી દિલ્હી; દિલ્હીમાં કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને ઝડપથી વધતાં કેસની વચ્ચે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્વ જૈન (Satyendra Jain)એ શનિવારે કહ્યું કે ICMR ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરી શકીએ. જો ટેસ્ટિંગ વધારવા હોય તો ICMR ને કહો કે પોતાની ગાઇડલાઇન બદલી દે.
તેમણે આગળ કહ્યું ''ICMR ની ગાઇડલાઇનની અમે અવગનના ન કરી શકીએ, જે તેમણે શરતો લગાવી રાખી છે, આખા દેશમાં તેમના ટેસ્ટ થઇ શકે છે. તમે ICMRથી કેન્દ્ર સરકારને કહો કે તેમને ખોલી દે. જે પણ ઇચ્છે તે જઇને ટેસ્ટ કરાવી લે.'' કોરોના વાયરસના કેસ આખા દેશમાં પણ છે અને દિલ્હીમાં પણ છે. જ્યાં ઓછા છે, થોડા દિવસોમાં તેમનો નંબર આવશે. દિલ્હી કોરોના વાયરસના મમાલે મુંબઇથી 10-12 દિવસ પાછળ છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણની સારવાર માટે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે 6 સભ્યોની વિશેષ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા અને આઇસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવને સામેલ કરવામાં આવ્યા છે.
વધતા જતા કેસથી દિલ્હીના વેપારી ડર્યા
આ દરમિયાન કોરોના વાયરસના સતત વધતા જતા કેસથી દિલ્હીના વેપારીઓ ડરેલા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટેડ્રર્સ (CAIT)એ દિલ્હીના બજારોને બંધ કરવા સંબંધમાં એક ઓનલાઇન સર્વે દ્વારા દિલ્હીના ટ્રેડર્સ એસોસિએશનની સલાહ માંગી. CAITના સર્વેમાં 2800 ટેડ્રર્સ એસોસિએશનને પ્રશ્ન પૂછવામાં આવ્યા, જેમાંથી 2610ના જવાબ મળ્યા છે. 88.1 ટકા વેપારી કોરોનાના લીધે બજાર બંધ કરવાના પક્ષમાં છે.
CAIT એ પોતાના સર્વેનો રિપોર્ટ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલી દીધો છે. જેથી દિલ્હીના વેપારીઓની ચિંતાને ગંભીરતાથી લેવામાં આવે અને જલદી સમાધાન કાઢવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે