સેના પર ખોટા આરોપ લગાવનાર શેહલા રાશિદ સામે સુપ્રીમમાં ફરિયાદ, ધરપકડની માગણી કરાઈ

જેએનયુ વિદ્યાર્થીની અને પૂર્વ વિદ્યાર્થી સંઘની નેતા શહેલા રાશિદે રવિવારે કાશ્મીર પર વિવાદસ્પદ ટ્વીટ કર્યાં જેમાં ભારતીય સેના પર આરોપ લગાવ્યાં.

સેના પર ખોટા આરોપ લગાવનાર શેહલા રાશિદ સામે સુપ્રીમમાં ફરિયાદ, ધરપકડની માગણી કરાઈ

નવી દિલ્હી: જેએનયુ વિદ્યાર્થીની અને પૂર્વ વિદ્યાર્થી સંઘની નેતા શહેલા રાશિદે રવિવારે કાશ્મીર પર વિવાદસ્પદ ટ્વીટ કર્યાં જેમાં ભારતીય સેના પર આરોપ લગાવ્યાં. ભારતીય સેનાએ શેહલાના આ આરોપોને ફગાવી દીધા હતાં. હવે આ તથ્યવિહોણા આરોપો બદલ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદમાં કહેવાયું છે કે શેહલાએ પોતાની ટ્વીટ્સ દ્વારા ભારતીય સેના પર નિરાધાર આરોપ લગાવ્યાં છે. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ થવો જોઈએ. ફરિયાદમાં સુપ્રીમ કોર્ટ પાસે શેહલા રાશિદની ધરપકડની માગણી કરાઈ છે. 

સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે શેહલા રાશિદના ટ્વીટને પોતાની ફરિયાદનો આધાર બનાવ્યો છે અને તેમના વિરુદ્ધ IPCની કલમ 124એ, 153, 153એ, 504, 505 અને IT એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

જુઓ LIVE TV

શેહલા રાશિદ મૂળ શ્રીનગરની રહીશ છે. આર્ટિકલ 370 હટાવાયા બાદથી તે ટ્વીટર પર સરકાર વિરુદ્ધ સતત ઝેર ઓકી રહી છે. રવિવારે શેહલાએ એક પછી એક અનેક ટ્વીટ કરીને સેના અને પોલીસ પર આરોપ લગાવ્યાં. ત્યારબાદ સેનાએ પણ જડબાતોડ જવાબ આપતા તમામ દાવાઓ ફગાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news