SC/ST એક્ટ: SCએ એક્ટમાં ફેરફાર પર રોકની માગનો કર્યો ઇનકાર, 19 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી (SC/ST) અધિનિયમ 2018ના સુધારાને પડકાર આપતી અરજી તેમજ કેન્દ્રની પુનર્વિચાર અરજીને યોગ્ય બેંચ સમક્ષ એક સાથે સૂચિબદ્ધ કરવા પર વિચાર કરશે.

SC/ST એક્ટ: SCએ એક્ટમાં ફેરફાર પર રોકની માગનો કર્યો ઇનકાર, 19 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ (SC/ST Act)માં ફેરફાર પર રોકની માગનો ઇનકાર કર્યો છે. હવે આ મામલે સુનાવણી 19 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ પહેલા ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી (SC/ST) અધિનિયમ 2018ના સુધારાને પડકાર આપતી અરજી તેમજ કેન્દ્રની પુનર્વિચાર અરજીને યોગ્ય બેંચ સમક્ષ એક સાથે સૂચિબદ્ધ કરવા પર વિચાર કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે તેઓ વિચાર કરશે અને જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે. આ પહેલા, એટર્ની જનરલના કે વેણુગોપાલની બેંચે કહ્યું કે જજ એ.કે.સીકરીની અધ્યક્ષતાવાળી બેંચે ગુરૂવારે એક આદેશ પસાર કરયો હતો કે, SC/ST કાયદા 2018ની સામે દાખલ અરજી તેમજ કેન્દ્રની સમીક્ષા અરજી પર એક સાથે સુનાવણી કરવું યોગ્ય રહેશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતી તેમ અનુસૂચિત જનજાતી (ઉત્પીડનની રોકથામ) સંશોધન કાયદા, 2018 પર રોક લગાવવાથી ગત ગુરૂવારે ઇનકાર કર્યો હતો. આ સંશોધન કાયદા દ્વારા આરોપીઓને અગોતરા જામીન ન આપવાના પ્રાવધાનને યથાવત રાખવામાં આવે છે. સંસદે ગત વર્ષે 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવા માટે બિલ પસાર કર્યું હતું. આ નિર્ણય એસસી/એસટી કાયદા અંતર્ગત ધરપકડની સામે નિશ્ચિત સંરક્ષણથી જોડાયેલ છે.

ગુરૂવારે સુનાવણી દરમિયાન કેન્દ્રની તરફથી રજૂ કરવામાં આવેલા વેણુગોપાલે કહ્યું કે પુનર્વિચાર અરજી તેમજ કાયદા સામે દાખલ અરજી પર સાથે સુનાવણી કરવામાં આવી જોઇએ કેમ કે, બંને એક જ કાયદા સાથે જોડાયેલી વાત છે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચ 2018ના સરકારી કર્મચારીઓ તેમજ સામાન્ય લોકોની સામે એસસી/એસટી કાયદાના અનિયંત્રિત દુરપયોગ પર વિચાર્યું હતું અને કહ્યું હતું કે, આ કાયદા અંતર્ગત દાખલ કોઇપણ ફરિયાદ પર તાત્કાલીગ ધરપકડ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે આ પહેલા કહ્યું હતું કે, સંસદથી પસાર થયેલા એસસી/એસટી કાયદાના નવા સંશોધન પર રોક લગાવી શકાય નહીં અને પ્રાવધાનોને પડકાર આપનારી અરજી પર કેન્દ્રનો જવાબ માગ્યો હતો. આ અરજીઓમાં અનુસૂચિત જાતી તેમજ અનુસૂચિંત જનજાતી (ઉત્પીડનની રોમથાક) કાયદામાં થયેલા સંસોધનોના કાયદાને અસંમત જાહેરાત કરવાની માગ કરવામાં આવી છે. આ સંશોધનમાં સુપ્રિમ કોર્ટના નિર્ણય છતાં એસસી/એસટી પર અત્યાચાર કરનાર આરોપીઓ માટે અગોતરા જામીનનું પ્રાવધાન હટાવી દેવામાં આવ્યું છે.

આ પ્રાવધાન અંતર્ગત SC/ST કાયદા અંતર્ગત કોઇપણ વ્યક્તિની સામે પ્રાથમિક દાખલ કર્યા માટે પ્રારંભિકની જરૂરીયાત નથી અને આરોપીઓની ધરપકડ કરતા પહેલા કોઇની અનુમતી લેવાની આવશ્યક્તા નથી. કોર્ટે તે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી જેમાં આરોપો લાગ્યા હતા કે સંસદના બંને સભાઓના કાયદામાં ‘પોતાની મરજી’ અનુસારછી બદલાવ કરવાનો નિર્ણય કર્યો અને પૂર્વ પ્રાવધાનોને આ રીતેથી યથાવત રાખ્યું કે નિર્દોષ વ્યક્તિ અગોતરા જામીનના અધિકારથી વંચિત રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news