મિશન UP: આજે લખનઉ-કાનપુર પહોંચશે અમિત શાહ, બૂથ અધ્યક્ષો સાથે કરશે સીધો સંવાદ

પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.પી.એસ રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ બુધવારના કાનપુરમાં રેલવે મેદાન નિરાલાનગરમાં આયોજિત બૂથ અધ્યક્ષોના સંમેલનનું સંબધોન કરશે.

મિશન UP: આજે લખનઉ-કાનપુર પહોંચશે અમિત શાહ, બૂથ અધ્યક્ષો સાથે કરશે સીધો સંવાદ

લખનઉ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારથી ઉત્તર પ્રદેશમાં પાર્ટીના બૂથ અધ્યક્ષોથી સીધો સંવાદ કરશે. રાષ્ટ્રી અધ્યક્ષ શાહ 30 જાન્યૂઆરીએ કાનપુર-બુંદેલખંડ ક્ષેત્ર તેમજ અવધ ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે.

પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.પી.એસ રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ બુધવારના કાનપુરમાં રેલવે મેદાન નિરાલાનગરમાં આયોજિત બૂથ અધ્યક્ષોના સંમેલનનું સંબધોન કરશે. જ્યારે રાજધાની લખનઉના કાશી રામ સ્મૃતિ ઉપવન આશિયાનામાં આયોજિત અવધ ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનનું સંબોધન કરશે.

તેમણે જણાવ્યું કે બૂથ અધ્યક્ષોના સંમેલનને લોકસભા ચૂંટણી પ્રભારી તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય તેમજ દિનેશ શર્મા તેમજ અન્ય વરિષ્ઠ નેતા સંબોધન કરશે.

કાનપુર ભાજપના જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર મેથાનીએ જણાવ્યું કે કાનપુરમાં બુધવાર બપોરે 12 વાગે અધ્યક્ષ શાહનો કાર્યક્રમ છે. પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તર પર બધા 6 ક્ષેજ્ઞોમાં આયોજિત કરવામાં આવી રહેલા બૂથ અધ્યક્ષોના સંમેલનમાં બૂથ અધ્યક્ષ, સેક્ટર આયોજક, સેક્ટર પ્રભારી, જિલ્લા પદાધિકારી, સાંસદ, વિધાયક તેમજ અન્ય જનપ્રતિનિધિ રહેશે.

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે ફેબ્રુઆરીએ અમરોહામાં પશ્ચિમ ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે. જ્યારે 6 ફેબ્રુઆરીના એટામાં બ્રજ ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરી પાર્ટી કાર્યકર્તાઓથી સીધો-સંવાદ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ 8 ફેબ્રુઆરીએ જૌનપુરમાં કાશી ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે અને તે દિવસે જ મહરાજગંજમાં પણ ગોરખપુર ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news