સોનાલી બેન્દ્રે બાદ હવે બોલિવુડના આ એક્ટરને કેન્સર હોવાની ચર્ચાએ વેગ પકડ્યો

 એક્ટર ઈરફાન ખાન, સોનાલી બેન્દ્ર અને આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્પય એવી સેલિબ્રિટીઝ છે, જે ગત દિવસોમાં કેન્સરને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ તમામ સેલિબ્રિટીઝ હાલ કેન્સર સામે લડીને સારવાર લઈ રહ્યાં છે. આવામાં એક્ટર શાહીદ કપૂરને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે બોલિવુડમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. હાલમાં જ પિતા બનેલ શાહિદ ફિલ્મ ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે. 

સોનાલી બેન્દ્રે બાદ હવે બોલિવુડના આ એક્ટરને કેન્સર હોવાની ચર્ચાએ વેગ પકડ્યો

નવી દિલ્હી : એક્ટર ઈરફાન ખાન, સોનાલી બેન્દ્ર અને આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્પય એવી સેલિબ્રિટીઝ છે, જે ગત દિવસોમાં કેન્સરને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ તમામ સેલિબ્રિટીઝ હાલ કેન્સર સામે લડીને સારવાર લઈ રહ્યાં છે. આવામાં એક્ટર શાહીદ કપૂરને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે બોલિવુડમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. હાલમાં જ પિતા બનેલ શાહિદ ફિલ્મ ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે. 

હકીકતમાં, ગત દિવસોમાં એક વેબ પોર્ટલે શાહીદનુ નામ લઈને એક સમાચાર ચલાવ્યા કે, શાહીદ કપૂરને પેટનું કેન્સર છે. હાલ તે તેના ફર્સ્ટ સ્ટેજની સારવાર કરાવી રહ્યો છે. પરંતુ જ્યારે શાહીદના પરિવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ બહુ જ નારાજ થઈ ગયા હતા, અને આ તમામ માહિતીનું ખંડન કર્યું હતું. પરિવારને આ માહિતીને ખોટી ગણાવી છે. 

324715-shahid-kapoor.jpg

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેના પરિવારના એક સદસ્યએ જણાવ્યું કે, લોકો કંઈ પણ લખશે, પણ આ ન્યૂઝના આધાર શું છે. આ પ્રકારની અફવા ફેલાવવવાની કેવી રીતે યોગ્ય ગણી શકાય. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહીદ કપૂર હાલ તેલુગુ સુપરહીટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news