એક્ઝિટ પોલથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનું ગાબડું

9:49 વાગ્યા સુધી સેન્સેક્સ 603.32 પોઈન્ટ એટલે કે 1.69% ના ઘટાડા સાથે 35,069.93 પર ટ્રેંડ કરીર અહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 189.95 પોઈન્ટ એટલે કે 1.78% ના ઘટાડા સાથે 10,503.75 પર ટ્રેંડ કરી રહ્યો હતો. 

એક્ઝિટ પોલથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનું ગાબડું

એક્ઝિટ પોલ સરકારના વિરૂદ્ધ જતાં પહેલાં સોમવારે શેર બજાર ભારે ઘટાડા સાથે ખૂલ્યું અને સવારે 9:49 વાગ્યા સુધી સેન્સેક્સ 603.32 પોઈન્ટ એટલે કે 1.69% ના ઘટાડા સાથે 35,069.93 પર ટ્રેંડ કરીર અહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 189.95 પોઈન્ટ એટલે કે 1.78% ના ઘટાડા સાથે 10,503.75 પર ટ્રેંડ કરી રહ્યો હતો. 

બીએસઇના 31 કંપનીઓ પર આધારિત સંવેદી ઈન્ડેક્સ 478.59 પોઈન્ટના ઘટાડા સાથે 35,204.66 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 185 પોઈન્ટના ઘટાડા સાથે 10,508.70 ખુલ્યો. સેન્સેક્સ શુક્રવારે 361 પોઈન્ટની તેજી સાથે 35,673.25 પર બંધ થયો, તો બીજી તરફ નિફ્ટી 92 પોઈન્ટની તેજી સાથે 10,693.70 પર બંધ થયો હતો. 

શુક્રવારે આવેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં ભાજપના હાથમાંથી સત્તા છીનવાઇ જશે અને મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં તેનો કોંગ્રેસ સાથે લગભગ મુકાબલો છે. આ ત્રણેયની સાથે તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીના મતદાનની ગણતરી મંગળવારે થશે. 

શરૂઆતી બિઝનેસમાં બીએસઇની બધી 31 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. તો બીજી તરફ એનએસઇ પર પણ 47 કંપનીઓના શેરોમાં વેચાવલી, તો ત્રણ કંપનીઓના શેરમાં લેવાલી જોવા મળી. 

સવારે 9.24 વાગે બીએસઇ 153.80 પોઈન્ટ એટલે કે 1.45 ટકાના ઘટાડા સાથે 10,539.90 ટ્રેંડ કરી રહ્યો હતો, તો બીએસઇ 516.52 પોઈન્ટ એટલે કે 1.53 ઘટાડા સાથે 35,156.73 પર બિઝનેસ કરી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news