ભગવાન ભરોસે ખુલ્લી મૂકાઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર, બેરોકટોક થઈ રહી છે અવરજવર

કોરોનાનું સંક્રમણ વધતાં દરેક રાજ્ય બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરી રહ્યા છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં બનાસકાંઠામાં આવેલી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ગંભીર બેદરકારી જોવા મળી છે. ZEE 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચે આવેલી ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરતા જોવા મળ્યા. પ્રવાસીઓની તપાસ કરવા કે તેમની પાસે RTPCR ટેસ્ટ માગવા માટે ચેકપોસ્ટ પર કોઈ અધિકારી જ જોવા ન મળ્યા. બંને રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે તંત્ર ઉંઘમાથી જાગે અને માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચને બોર્ડર પર સઘન તપાસ શરૂ કરે તે જરૂરી બન્યું છે. જો તંત્ર ઉંઘમાંથી નહીં જાગે તો હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
ભગવાન ભરોસે ખુલ્લી મૂકાઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર, બેરોકટોક થઈ રહી છે અવરજવર

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :કોરોનાનું સંક્રમણ વધતાં દરેક રાજ્ય બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરી રહ્યા છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં બનાસકાંઠામાં આવેલી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ગંભીર બેદરકારી જોવા મળી છે. ZEE 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચે આવેલી ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરતા જોવા મળ્યા. પ્રવાસીઓની તપાસ કરવા કે તેમની પાસે RTPCR ટેસ્ટ માગવા માટે ચેકપોસ્ટ પર કોઈ અધિકારી જ જોવા ન મળ્યા. બંને રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે તંત્ર ઉંઘમાથી જાગે અને માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચને બોર્ડર પર સઘન તપાસ શરૂ કરે તે જરૂરી બન્યું છે. જો તંત્ર ઉંઘમાંથી નહીં જાગે તો હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ દિન પ્રતિદિન કોરોના વકરતો જઈ રહ્યો છે. જેને લઈ મોટાભાગના રાજ્યોમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટ વગર પોતાના રાજ્યમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અનેક રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા લોકોના કોરોના ટેસ્ટ પણ  કરાઈ રહ્યા છે. જયારે કે, અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોની સરહદો ઉપર કોઈ પણ જાતના કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ બિન્દાસ મુસાફરી કરી રહ્યા છે. 

રાજસ્થાનનું માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે કાશ્મીર સમાન છે. ગુજરાતથી માઉંન્ટ આબુ જતા મહતમ પ્રવાસીઓ અંબાજી દર્શન કરી અંબાજી નજીકની ગુજરાત-રાજસ્થાનની સરહદ પાર કરી માઉન્ટ આબુ અને અન્ય સ્થળોએ ફરવા જાય છે. પણ હાલમાં કોરોના મહામારીને લીધે વધતા કેસોને લઈ જે રીતે રાજ્યોની સરહદ ઉપર કોરોના ટેસ્ટ વગર પ્રવેશ નહિ આપવાની વાતનો છેદ ઉડ્યો છે. અંબાજી નજીકની ગુજરાત જ નહિ, પણ રાજસ્થાન બોર્ડર પર પણ આવો જ માહોલ જોવા મળ્યો. જેને લઈ અમારા સવાંદદાતાએ આ બાબતે રિયાલીટી ચેક કર્યું તો જોવા મળ્યુ્ કે, રાજસ્થાન બોર્ડેર ઉપર કોઈ પણ જાતની કોરોના તપાસ કર્યા વગર મુસાફરોના વાહનો બેરોકટોક અવરજવર કરી રહ્યાં છે અને આ બોર્ડર ઉપર કોઈ પણ જાતની આરોગ્યની ટીમ પણ ઉપસ્થિત જોવા મળી ન હતી. અમે આ બાબતે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો વાહનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ ખુદ પણ આ બાબતને લઇ ચિંતિત જોવા મળ્યા અને જ્યારે હાલની પરિસ્થિતિમાં કોરોના વધુને વધુ વકરી રહ્યો છે, ત્યારે બીજા રાજ્યમાં પ્રવેશ કરતા પ્રવાસીઓનો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ કરવો જોઈએ તે બાબતનો હુંકાર કર્યો હતો. 

હાલમાં જે રીતે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે અને રાજસ્થાનમાં મોટું પ્રવાસન સ્થળ માઉંન્ટ આબુ આવેલું છે, ને બીજી તરફ ગુજરાતના અંબાજીમાં મોટું તીર્થ સ્થળ અંબાજીધામ આવેલું છે, ત્યારે બંને રાજ્યોની બંને સ્થળો વચ્ચે માંડ 50 કિલોમીટરની દૂરી છે, ને બંને સ્થળોએ પ્રવાસીઓનો ભારે ઘસારો પણ રહેતો હોવાથી તાત્કાલિક અસરે અંબાજીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી બંને રાજ્યોની સરહદ ઉપર કોરોનાના ટેસ્ટ થયા બાદ જ પ્રવેશ અપાય તે જરૂરી બન્યું છે. નહિ તો આવનારા સમયમાં કોરોનાના કેસમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news