EDની પૂછપરછમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકે આપ્યા આ જવાબ, અધિકારીનો ખુલાસો
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ના નાણાકીય લેણદેણના સંબંધમાં બીજી વખત સવાલોના ઘેરામાં લેવામાં આવ્યો. શનિવાર બપોરની આસપાસ શોવિક ઇડીના કાર્યલયમાં ઉપસ્થિત થયો હતો અને તેને 18થી વધુ સમય બાદ રવિવારના સવારે 7 વાગ્યાની આસપાસ ત્યાંથી પરત નીકળતા જોવા મળ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેની પૂછપરછ કરી રહેલી ઇડીની ટીમ કથિત રીતે તેણે ઉડાઉ અથવા અસંતોષકારક જવાબો આપ્યા, જેના કારણે તેને સોમવારે ફરીથી સમન અપાય તેવી સંભાવના છે.
આ ઉપરાંત રિયા ચક્રવર્તીને પણ ઇડી દ્વારા સોમવારના વધુ એકવાર પૂછપરછ કરવા માટે બોલવવામાં આવશે. શુક્રવારના તેની 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
સ્વ. અભિનેતાના પિતા કૃષ્ણા કિશોરસિંહે તેમના પુત્રની આર્થિક બાબતો સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ પર સવાલ ઉઠાવવા માટે પટના પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઇડી પણ અન્ય બાબતોમાં મની લોન્ડ્રિંગ કેસને લઇને તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે