PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આતુર છું' PMની 'આ ગિફ્ટ'થી ખુશ થયા શશિ થરૂર

કેરલને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તેના પર ખુશી વ્યક્ત કરી છે. શશિ થરૂરે કહ્યું કે હું પીએમ મોદીના કાર્યક્રમમાં જવા માટે ઉત્સુક છું. મોદી 25 એપ્રિલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. 
 

PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આતુર છું' PMની 'આ ગિફ્ટ'થી ખુશ થયા શશિ થરૂર

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. હજુ કેટલાક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થવાની બાકી છે. આ કડીમાં પીએમ મોદી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપવા જઈ રહ્યાં છે. પીએમ મોદી 25 એપ્રિલે કેરલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ પર કેરલવાસી તો ખુશ છે, કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ તેનાથી ગદગદ છે. આ કારણ છે કે શશિ થરૂરે કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલયની પ્રશંસા કરી છે. 

શશિ થરૂરે પીએમ મોદીની કરી પ્રશંસા
પોતાના એક જૂના ટ્વીટને યાદ કરતા શશિ થરૂરે પીએમ મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રશંસા કરી છે. નોંધનીય છે કે શશિ થરૂર કેરલની તિરૂવનંતપુર્મ લોકસભા સીટથી સાંસદ છે. થરૂરે એક ટ્વીટમાં કહ્યુ કે કેરલમાં વંદે ભારત ટ્રેન માટે મેં 14 મહિના પહેલાં એક ટ્વીટ કર્યુ હતું. મને ખુશી છે કે અશ્વિની વૈષ્ણવે તેમ કર્યું. 25 તારીખે તિરૂવનંતપુરમથી નરેન્દ્ર મોદીના પ્રથમ ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્સુક છું. વિકાસને રાજનીતિથી ઉપર રાખવો જોઈએ.

jagran

પાછલા વર્ષે કર્યુ હતું ટ્વીટ
શશિ થરૂરે ગયા વર્ષે 1 ફેબ્રુઆરીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે બજેટ 2022માં કેરળ માટે એક રસપ્રદ બાબત છે અને તે છે 400 નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત. વંદે ભારત ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કેરળમાં વંદે ભારત ટ્રેનની રજૂઆતથી વિકાસને વેગ આપવા માટે ઝડપી ટ્રેન મુસાફરીની મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની ચિંતા દૂર થઈ શકે છે. આનાથી જમીન સંપાદન અને પર્યાવરણ પર તેની અસર અંગે કેરળ કોંગ્રેસની ચિંતાઓ પણ હળવી થશે. ભારત સરકાર અને કેરળ સરકારે રાજ્યના હિતોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવી જોઈએ.

કેરલને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ
પીએમ મોદી 25 એપ્રિલે કેરલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેન તિરૂવનંતપુરમ સ્ટેશનથી ચાલીને કોઝિકોડ રેલવે સ્ટેશન પર રોકાશે. લગભગ 500 કિમીની આ સફર માત્ર સાડા સાત કલાકમાં પૂરી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news