જાણો કેમ આ મહિલા IAS એ પ્રાઇવેટ સ્કૂલ છોડી પુત્રીને મોકલી આંગણવાડી?

તિરૂનેલવેલી જિલ્લાની કલેક્ટર શિલ્પા પ્રભાકર સતીશ તેમની પુત્રીને એક પ્રાઇવેટ પ્લે સ્કૂલની જગ્યાએ આંગણવાડી કેન્દ્ર મોકલવાનો નિર્ણય કર્યો છે. સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે, પરંતુ તેમણે આવું કરીને બીજા પેરેન્ટ્સ માટે એક મિસાલ કાયમ કરી છે.

જાણો કેમ આ મહિલા IAS એ પ્રાઇવેટ સ્કૂલ છોડી પુત્રીને મોકલી આંગણવાડી?

પેરેન્ટ્સ સરકારી સ્કૂલની સરખામણીએ પ્રાઇવેટ સ્કૂલોને વધારે મહત્વ આપે છે. તેઓ તેમના બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવવા માગે છે. એવામાં સરકારી સ્કૂલ ગરીબ બાળકોની જગ્યા કહેવાય રહી છે. આજ વિચારધારાએ શિક્ષણના વ્યાપારને ઘણો વધાર્યો છે. હવે તો નાના બાળકો માટે પણ પ્રાઇવેય પ્લે સ્કૂલ પણ શરૂ કરવામાં આવી રહ્યાં છે. જેમણે આંગણવાડીની જગ્યા લઇ લીધી છે. લોકોમાં સરકારી સ્કૂલો અને આંગણવાડી પ્રત્યે વધતી વિચારધારા તોડવા માટે એક મહિલા આઇએએસ ઓફિસરે કંઇક અલગ કરી બતાવ્યું છે.

2009 બેંચની IAS છે શિલ્પા પ્રભાકર
તિરૂનેલવેલી જિલ્લાની કલેક્ટર શિલ્પા પ્રભાકર સતીશ તેમની પુત્રીને એક પ્રાઇવેટ પ્લે સ્કૂલની જગ્યાએ આંગણવાડી કેન્દ્ર મોકલવાનો નિર્ણય કર્યો છે. સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે, પરંતુ તેમણે આવું કરીને બીજા પેરેન્ટ્સ માટે એક મિસાલ કાયમ કરી છે. જેથી તેઓ પણ તેમના બાળકોને સરકારી સ્કૂલ અથવા આંગણવાડી કેન્દ્ર મોકલે.

કેમ દીકરીને મોકલી રહી છે આંગણવાડી?
આ સવાલલના જવાબમાં તેમણે કહ્યું, ‘સરકાર જ આંગણવાડીને પ્રમોટ કરી રહી છે. આંગણવાડી વિકાસ કેન્દ્ર હોય છે, જે બાળકોના સ્વાસ્થયનો ખ્યાલ રાખે છે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરી સમાજના દરેક વર્ગને સમજે અને જલ્દી તમિલ ભાષા શીખે. જણાવી દઇએ કે વર્ષ 2009 બેંચની આઇએએસ ઓફિસર શિલ્પા પ્રભાકર આ જિલ્લાની પહેલી મહિલા કલેક્ટર છે, જે આંગણવાડીનું સમર્થન કરે છે.’

ત્યાં રાખવામાં આવે છે બાળકોની પૂરેપરી સંભાળ
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘અમારી આંગણવાડી કેન્દ્રમાં બધી જ સુવિધાઓ છે. તેઓ જણાવે છે કે તિરૂનેલવેલીમાં ઘણી આંગણવાડી છે, જેના શિક્ષક ઘણા સક્ષમ છે. અહીંયા બાળકોનું સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવે છે. આંગણવાડી ટીચર્સની પાસે સ્માર્ટફોન હોય છે જેનાથી હાજર એપ દ્વારા તેઓ દરેક બાળકની હેલ્થનો રેકોર્ડ રાખે છે. આ જાણકારી પછી તે સ્કૂલને આપવમાં આવે છે, જ્યાં બાળક પ્રવેશ લે છે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news