collector

Junagadh: કલેક્ટરે તૈયાર કરી અનોખી એપ, 'ચા-પાણી' ના નામે થતી કટકી પર લાગી જશે પ્રતિબંધ

જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીઆઈઓ દ્વારા એક અનોખી મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી જે એપ તૈયાર થઈ છે તેનાથી અરજદારોના પ્રમાણપત્રોની ચકાસણી સરળ બનશે અને આગામી દિવસોમાં સરકારમાં આ એપ અંગે રજૂઆત કરીને એન્ડરોઈડ એપ્લીકેશન તરીકે ઉપલબ્ધ થઈ શકશે.

Mar 23, 2021, 11:11 PM IST

દમણ નવા વર્ષની ઉજવણી કરવા ગયા હો તો સાવધાન! તંત્ર દ્વારા નવો આદેશ અપાયો

* દમણમાં 31 ને લઈ દમણ પ્રશાસનનો મોટો આદેશ
* રાત્રી 10 વાગ્યા સુધી જ ચાલુ રહેશે 31ની ઉજવણી
* 10 વાગ્યા પછી કોઈ પણ ઉજવણી થશે તો કડક કાર્યવાહી

Dec 31, 2020, 05:14 PM IST

વિધાનસભાના દંડકે CM રૂપાણીને લખ્યો પત્ર, બનાસકાંઠાના કલેક્ટરે કલમ 144 નો ભંગ કર્યો

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સાબરકાંઠાના જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર રાજ્યમાં લાગુ 144ની કલમનો ભંગ કરવામાં આવ્યો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રવાસન નિગમની બેઠકમાં પોળોના જંગલમાં જવા માટે ખાસ બસ મુકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોળોના જંગલ નિહાળવા માટે પ્રવાસન નિગમ દ્વારા 20 જેટલી બસ મુકવામાં આવી છે. વહીવટી તંદ્ર દ્વારા જ તમામ મંજુરી બાદ આ બસ મુકવામાં આવી છે. જે સ્પષ્ટ રીતે કોરોના ગાઇડલાઇનનો ભંગ હોવાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Sep 20, 2020, 09:19 PM IST

મોરબી: કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે લારીઓ બંધ કરવા કલેક્ટરનું જાહેરનામું

શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલ સુધીમાં જીલ્લામાં ૧૨૯ કકોરોનાના કેસ નોંધાઈ ગયા છે, ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જીલ્લાની અંદર ચા-નાસ્તાની લારીઓને આગામી ૩૧ તારીખ સુધી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી બેકાર બેઠલા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે ત્યારે વધુ ૨૦ દિવસ સુધી લારીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી વેપારીઓએ એવો સવાલ ઉઠાવ્યો છે કે શું કોરોના માત્ર લારીઓએથી જ ફેલાઈ છે.

Jul 14, 2020, 08:08 PM IST

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.

Jun 8, 2020, 08:41 PM IST

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રીક્ષા ચાલકોની આવ્યા પડખે, કલેક્ટરને કરી આ રજૂઆત

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.

Jun 8, 2020, 07:26 PM IST
8 Buses Allowed For Workers To Go Home: Rajkot Collector PT3M45S
Appeal aravalli collector PT3M31S

કોરોનાના આતંકને પગલે અરવલ્લીની બોર્ડર સીલ, કલેક્ટરે કરી ખાસ અપીલ

કોરોનાના આતંકને પગલે અરવલ્લીની બોર્ડર સીલ, કલેક્ટરે કરી ખાસ અપીલ

Mar 23, 2020, 04:20 PM IST
Public Notification By Collector In Dhoraji And Upleta PT5M38S

ધોરાજી અને ઉપલેટામાં કલેક્ટરનું જાહેરનામું, જુઓ Video

ધોરાજી અને ઉપલેટામાં કોરોના વાયરસને લઈને સરકારના જાહેરનામાં મુજબ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ધોરાજી અને ઉપલેટામાં પાનની દુકાનો, ચાની હોટલો, કોલ્ડ્રિક્સ તમામ પ્રકારના 22થી 29 તારીખ સુધી બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે.

Mar 21, 2020, 04:45 PM IST
Rajkot_Corona_19032020. PT7M26S

રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયા બાદ જાણો કલેક્ટર અને મેયરે શું જણાવ્યું...

રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયા બાદ જાણો કલેક્ટર અને મેયરે શું જણાવ્યું...

Mar 19, 2020, 10:50 PM IST

રાજકોટવાસીઓ ધ્યાન દઈને વાંચે, કોરોનાથી બચવા માટે કલેક્ટરે આપી ગજબની ટિપ્સ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ભારે સ્વરૂપ લઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી સતર્ક બન્યું છે.

Mar 5, 2020, 11:28 AM IST
PAAS Hardik Patel Collector PT4M16S

હાર્દિક પટેલ અને પાસ કન્વીનરોની મુશ્કેલીનો મામલો વકર્યો

હાર્દિક પટેલ અને પાસ કન્વીનરોની મુશ્કેલીનો મામલો વકર્યો છે. આજે પાસ ટીમ અમદાવાદ કલેકટર કચેરી પહોંચી હતી અને આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા રજુઆત કરી છે.

Mar 2, 2020, 01:25 PM IST
Application Give To Collector After Bhuj Swaminarayan Temple Will Be Held Meeting PT3M30S

ભુજ સ્વામિનારાયણ મંદિર સભા યોજી આપશે કલેક્ટરને આવેદન

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપની વાયરલ ક્લિપ મામલે આવતીકાલે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સભા યોજી કલેક્ટરને આવેદન અપાશે. સંપ્રદાયને નીચું પાડવા અને લોકોમાં ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને લઇ આવેદન અપાશે. આવેદનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોડાશે.

Feb 18, 2020, 10:25 PM IST
Supply Department Wrote A Letter To Collector In Junagadh Groundnut Scandal PT5M24S

જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે પૂરવઠા વિભાગે કલેક્ટરને લખ્યો પત્ર

ગાંધીનગર પૂરવઠા વિભાગ દ્વારા જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે કલેક્ટરને પત્ર લખ્યો હતો. જુનાગઢમાં મગફળી ખરીદવામાં આવી છે ઓછા વજનવાળી હોવાની વાત સામે આવી હતી. તેના પર જિલ્લા કલેકટરને પત્ર લખીને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે અને આજે સાંજે સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે અને આવતીકાલ સુધીમાં પગલાં ભરવાનું કહેવામાં આવ્યું છે.

Jan 31, 2020, 08:15 PM IST
Collector Of Jamnagar The Best Election Officer In State PT3M56S

જામનગરના કલેક્ટર રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી

જામનગરના કલેકટર રાજ્યના શ્રેષ્ઠ ચુંટણી અધિકારી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પસંદગી કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેકટર રવિશંકરની પસંદગી કરવામાં આવી છે. જામનગર ડેપ્યુટી ડીડીઓ અફસાના મકવાની ગુજરાતના શ્રેષ્ઠ નોડલ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે. જામનગર કલેકટર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે ગાંધીનગર ખાતે બંને અધિકારીનું સન્માન કરાશે.

Jan 24, 2020, 08:00 PM IST
Shivratri Fair Will Be Celebrated In Junagadh PT4M14S

આ વખતે જૂનાગઢ શિવરાત્રીનો મેળો ઉજવાશે સાદાઈથી

આ વખતે જૂનાગઢનો મહા શિવરાત્રીનો મેળો શિવ કુંભ તરીકે ઉજવાશે નહિ. મહા શિવરાત્રીનો મેળો સાદાઈથી ઉજવાશે. કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં પ્રથમ આયોજન બેઠક યોજાઈ હતી. દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવા ઉતરા મંડળની માંગ છે. સ્થાનિક આગેવાનો સરકારને વિનંતી કરશે. બેઠકમાં પોલીસ, કોર્પોરેશન, વન વિભાગ, વીજ કંપની, એસ ટી, રેલવે સહિતના વિભાગના અધિકારીની હાજર રહ્યાં હતા. ગિરનાર ડેવલમેન્ટ ઓથોરિટી અને યાત્રાધામ વિકાસ બોર્ડના પદાધિકારીઓની હાજર રહ્યાં હતા. મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવશે. મેળામાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવશે.

Jan 21, 2020, 05:55 PM IST
BJP MP Knocks District Police Chief Over Modasa Girl's Death Case PT4M15S

મોડાસાની યુવતીના મોત મામલે ભાજપ સાંસદે જિલ્લા પોલીસ વડાને ખખડાવ્યા

મોડાસાની પીડિતાના મોત મામલે નબળી કામગીરીને લઇને ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને એસપી મયુર પાટીલનો ઉધડો લીધો હતો. મોડાસા સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને એસપીને બોલાવી સાંસદે માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે કડકમાં કડક પગલાં લેવા સરકારમાં રજુઆતની ખાત્રી આપી છે.

Jan 11, 2020, 10:20 PM IST
DPS Scandal: Meeting Between Guardian And DPS Administrators PT6M

DPS કાંડ: વાલીઓની DPSના સંચાલકો સાથે બેઠક પૂર્ણ, કોર્ટમાં જશે વાલીઓ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર દ્વારા આશ્રમ ખાલી કરાવવામાં આવ્યો છે. જોકે, શાળાના સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે. જેને લઇને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સંચાલકો સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Dec 2, 2019, 04:05 PM IST