દિલ્હીમાં કોરોનાના નવા કેસે ફરી વધાર્યું ટેન્શન! પ્રતિબંધ ઘટતાં જ વધ્યો સંક્રમણ દર
રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં અહીં Covid-19 ના 126 નવા કેસ નોંધાયેલા છે. સંક્રમણ દરમાં ચાર એપ્રિલથી સતત વધારો જોવા મળી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં અહીં Covid-19 ના 126 નવા કેસ નોંધાયેલા છે. સંક્રમણ દરમાં ચાર એપ્રિલથી સતત વધારો જોવા મળી રહ્યો છે.
પાબંધી હટાવતાં વધ્યા કેસ
તમને જણાવી દઇએ કે ઘટતા કેસના લીધે ગત દિવસોમાં ડીડીએમએની બેઠકમાં માસ્ક નહી લગાવતાં ચલણ ખતમ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સંક્રમણ દર 1.12 ટકા રેકોર્ડ થયો છે. દિલ્હીમાં મંગળવારે 112 નવા કેસ સામે આવ્યા, જ્યારે આ દરમિયાન 92 દર્દી સાજા થયા.
દિલ્હીનું કોરોના બુલેટીન
દિલ્હીમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 488 છે. તો સંક્રમણ દર એક ટકાથી ઉપર એટલે કે 1.05 ટકા પહોંચી ગઇ છે. હોળી પહેલાં દિલ્હીમાં સંક્રમણ દર એક ટકાથી ઉપર હતો અને હોળી બાદ આ ઘટીને 0.87 ટકાની નજીક પહોંચી ગયો છે. એવામાં ફરી એકવાર સંક્રમણ દર ઉપર ચઢવાથી લોકોની ચિંતા વધી શકે છે.
દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 82 નવા કેસ સામે આવ્યા હતા. ગત 24 કલાક દરમિયાન કોરોનાના લીધે એક દર્દીનું મોત થયું હતું. આ દરમિયાન 95 ટકા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજધાનીમાં સંક્રમણનો દર 1.34 ટકા નોંધાયો હતો. આ પહેલાં દિલ્હીમાં રવિવારે કોવિડ 19 ના 85 નવા કેસ મળ્યા હતા અને સંક્રમણ દર 0.86 ટકા હતો.
નવા વેરિએન્ટ XE ની ચર્ચા
આ દરમિયાન દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ XE ની ચર્ચા જોર પકડી રહી છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનથી 10 ગણો ઘાતક છે. આ દરમિયાન મુંબઇ જે મહિલાના XE વેરિએન્ટથી સંક્રમિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો તેને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી કાઢી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે