પાકિસ્તાનમાં નવ મહિનામાં 6 ભારતીય કેદીઓના મોત, વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
ભારતીય કેદીઓ સાથે પાડોશી દેશ પાકિસ્તાન સારો વ્યવહાર કરી રહ્યો નથી. ભારતીય કેદીઓની સજા પૂરી થયા બાદ પણ પાકિસ્તાન દ્વારા તેને છોડવામાં આવતા નથી.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાને જેલોમાં બંધ ભારતીય નાગરિકોની સ્થિતિ ખરાબ કરી દીધી છે. પાકિસ્તાનની જેલમાં બંધ 6 ભારતીયોના છેલ્લા નવ મહિનામાં મોત થયા છે. આ મોત કઈ રીતે અને કેમ થયા તેની માહિતી મેળવવી મુશ્કેલ છે. જે છ કેદીઓના મોત થયા છે તેમાંથી પાંચ માછીમારો હતો. પાકની જેલમાં બંધ પોતાના લોકોને છોડાવવા માટે ભારત પાડોશી દેશની સામે ઘણીવાર આ મુદ્દાને ઉઠાવી ચુક્યું છે. તેમ છતાં પાકિસ્તાન તરફથી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ, છેલ્લા 9 મહિનામાં પાકિસ્તાનની કસ્ટડીમાં 6 ભારતીય લોકોના મોત થયા છે, જેમાંથી 5 માછીમાર હતા. તે તમામ છ લોકોએ પોતાની સજા પૂરી કરી લીધી હતી. ભારત દ્વારા તેની દેશ વાપસીની અપીલ છતાં તેને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
Six Indian prisoners including 5 fishermen have died in Pakistani prisons in the last nine months or so. They had completed their sentences but were held illegally. This matter has been raised with Islamabad: MEA spokesperson Arindam Bagchi pic.twitter.com/w43oAuVpI6
— ANI (@ANI) October 7, 2022
પાકિસ્તાન સામે મુદ્દો ઉઠાવતું રહ્યું છે ભારત
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય કેદીઓનું પાકિસ્તાનમાં કેદી દરમિયાન મૃત્યુના વધતા કેસ ચિંતાનો વિષય છે. ભારતીય કેદીઓની સુરક્ષાનો મુદ્દો ઇસ્લામાબાદમાં આપણા હાઈ કમીશન દ્વારા વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારને અપીલ છે કે બધા ભારતીય કેદીઓને તત્કાલ છોડીને ભારત મોકલે.
આશરે 300 ભારતીયો પાકિસ્તાનમાં કેદ
મીડિયા રિપોર્ટ પ્રમામે પાકિસ્તાનની જેલમાં 300થી વધુ ભારતીયો કેદ છે, પરંતુ પાડોશી દેશ કહે છે કે ત્યાં માત્ર 260 કેદી બંધ છે. તેમાંથી ઘણા કેવી એવા છે જેની સજા પૂરી થઈ ગઈ છે છતાં પાકિસ્તાન તેને છોડી રહ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે