Marriage Age Bill: છોકરીઓના લગ્નની ઉંમર સંબંધિત બિલ લોકસભામાં રજૂ, જાણો ક્યારથી અમલમાં આવશે કાયદો

The Prohibition of Child Marriage (Amendment) Bill: સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બિલ રજૂ કરતા કહ્યું કે સરકાર આ બિલને સ્થાયી સમિતિને મોકલવા ઈચ્છે છે. 

Marriage Age Bill: છોકરીઓના લગ્નની ઉંમર સંબંધિત બિલ લોકસભામાં રજૂ, જાણો ક્યારથી અમલમાં આવશે કાયદો

નવી દિલ્હીઃ Women Marriage Age Bill: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ  (Smriti Irani) મંગળવારે યુવતીઓના લગ્નની ઉંમર સંબંધિત બાળ લગ્ન પ્રતિબંધ (સુધારા) બિલ, 2021 (The Prohibition of Child Marriage (Amendment) Bill) લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલમાં મહિલાઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે. તેમણે બિલ રજૂ કરવા દરમિયાન કહ્યું કે, સરકાર આ બિલને સ્થાયી સમિતિને મોકલવા ઈચ્છે છે. સાથે તે પણ જણાવ્યું કે, આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાના બે વર્ષ બાદ અમલમાં લાવવામાં આવશે. 

બિલ રજૂ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે યુવતીઓની લગ્ન વય મર્યાદા વધારનાર કાયદાની તમામ જોગવાઈ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાના બે વર્ષ બાદ અમલમાં આવશે. તેમણે કહ્યું કે, તમામ ધર્મો અને જાતિઓ પર આ કાયદો લાગૂ થશે. આ તમામ કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે. 

ઓવૈસીએ કર્યો વિરોધ
આ બિલનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) આજે લોકસભામાં કહ્યુ કે આ બિલ આર્ટિકલ 19માં આપવામાં આવેલા સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, 18 વર્ષની યુવતી પ્રધાનમંત્રી ચૂંટી શકે છે, લિવ ઇનમાં રહી શકે છે પરંતુ તમે તેને લગ્નનો અધિકાર આપવાનો ઇનકાર કરી રહ્યાં છે. તમે 18 વર્ષની યુવતીઓ માટે શું કર્યું છે? આ તકે તેમણે કહ્યું કે, ભારતમાં મહિલાઓની કામકાજમાં ભાગીદારી સોમાલિયાથી પણ ઓછી છે. 

ટીએમસી અને ડીએમકેએ પણ ઉઠાવ્યા સવાલ
ડીએમકે સાંસદ કનિમોઈ (Kanimozhi Karunanidhi) એ આ બિલને સ્ટેન્ડિંગ કમિટી કે સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, સરકાર કોઈ સાથે ચર્ચા કરવામાં વિશ્વાસ રાખતી નથી. ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યુ કે, સરકાર જે ઉતાવળમાં આ બિલને લાવી છે, હું તેનો વિરોધ કરુ છું. તેમણે કહ્યું કે, આ બિલ પર તમામ પક્ષો સાથે ચર્ચા કરવાની જરૂર છે. લઘુમતીઓ આ બિલનો સંપૂર્ણ વિરોધ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news