રસ્તા પર મોબાઈલમાં મગ્ન રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, Video જોઈને ધ્રુજારી છૂટી જશે

બદમાશ પીડિતાને લગભગ 150 મીટર સુધી પોતાની સ્કૂટીથી ઢસડી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

રસ્તા પર મોબાઈલમાં મગ્ન રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, Video જોઈને ધ્રુજારી છૂટી જશે

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં બદમાશોનો જુસ્સો બુલંદ છે. દિલ્હી પોલીસના અનેક દાવા છતાં વારદાતો ઘટવાનું નામ લેતી નથી. દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં બદમાશોએ ગુરુવારે સાંજે મોબાઈલ સ્નેચિંગની એક ઘટનાને અંજામ આપ્યો. આ વારદાતમાં બદમાશ પીડિતાને લગભગ 150 મીટર સુધી પોતાની સ્કૂટીથી ઢસડી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થયો ખૌફનાક વીડિયો
અત્રે જણાવવાનું કે આ ઘટનાનો વીડિયો વિચલિત કરનારો અને ડર પેદા કરનારો છે. પીડિતા શાલીમાર બાગ વિસ્તારમાં ફોર્ટિસ હોસ્પિટલમાં કામ કરે છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે કેસ દાખલ કર્યો છે અને આરોપીઓની શોધ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને કડક સજા મળશે. અમને કેટલાક સૂરાગ મળ્યા છે આરોપી જલદી પકડાઈ જશે. 

— Zee News (@ZeeNews) December 17, 2021

વારદાતવાળા દિવસે શું થયું હતું?
શાલીમાર બાગવાળા વિસ્તારમાં આ ઘટના સાંજે લગભગ સાડા પાંચ વાગે ઘટી હતી. પોલીસને તેની સૂચના સાંજે સાડા સાત વાગે મળી. સૂચના મળ્યા બાદ પોલીસે તરત ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. મહિલા પોતાની ડ્યૂટી પૂરી થયા બાદ ઘરે પાછી ફરી રહી હતી. રસ્તા પર પગપાળા જઈ રહી હતી. અચાનક ત્યારે જ સ્કૂટી સવાર બદમાશો તેની નજીક આવ્યા અને મોબાઈલ ખેંચવાની કોશિશ કરી. પરંતુ મહિલા એક બદમાશને તેના જેકેટથી પકડી લે છે અને બદમાશ મહિલાને ઢસડતા લગભઘ 150 મીટર સુધી લઈ જાય છે. ત્યારબાદ લોકો આ મહિલાને રસ્તા પર પડેલી જુએ છે અને ઉઠાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news