Amit Shah એ મંચ પરથી હટાવ્યો બુલેટ પ્રૂફ કાચ, કાશ્મીરીઓને કહ્યું- 'હું પાકિસ્તાન નહીં તમારી સાથે વાત કરીશ'

શાહે ઉંમેર્યું હતું કે "મને ખૂબ ટોણા મારવામાં આવી રહ્યા છે.  મારા વિશે ઘણું બોલવામાં આવ્યું હતું. ખૂબ જ કડક શબ્દોમાં બોલવામાં આવ્યું હતું. પણ હું આજે તમારી સાથે ખુલ્લેઆમ વાત કરવા માંગુ છું. જેથી હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું."

Amit Shah એ મંચ પરથી હટાવ્યો બુલેટ પ્રૂફ કાચ, કાશ્મીરીઓને કહ્યું- 'હું પાકિસ્તાન નહીં તમારી સાથે વાત કરીશ'

શ્રીનગર: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજા દિવસે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. આજે તેઓ શ્રીનગરમાં પહોંચ્યા છે. અહીં તેમને એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પહેલા શાહે જમ્મુ કાશ્મીરમાં ભાજપા સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી વિકાસ પરિયોજના વિશે વાતચીત કરી હતી. અમિત શાહે ઉમેર્યું હતું કે ઘાટી આગામી આવનારા દિવસોમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટે મદદરૂપ થશે.

તેમના સંબોધન દરમિયાન તેમણે સ્ટેજ પરથી બુલેટ પ્રૂફ ગ્લાસ શિલ્ડ હટાવી દીધું. શાહે ઉંમેર્યું હતું કે "મને ખૂબ ટોણા મારવામાં આવી રહ્યા છે.  મારા વિશે ઘણું બોલવામાં આવ્યું હતું. ખૂબ જ કડક શબ્દોમાં બોલવામાં આવ્યું હતું. પણ હું આજે તમારી સાથે ખુલ્લેઆમ વાત કરવા માંગુ છું. જેથી હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું."

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા વિશે બોલતા અમિત શાહે કહ્યું, "મેં અખબારમાં વાંચ્યું. ફારુક સાહેબે મને સલાહ આપી છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈ. ફારુક સાહેબ સીનિયર વ્યક્તિ છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ  હું ફારુક સાહેબને કહેવા માંગુ છું કે જો હું વાત કરીશ તો હું ઘાટીના લોકો સાથે વાત કરીશ. હું ઘાટીના યુવાનો સાથે વાત કરીશ. હું તમારી સાથે કેમ વાત ન કરું? અમે ઇચ્છીએ છીએ કે અમે તમારી સાથે વાત કરીએ. હું ઘાટીના યુવાનો સાથે મિત્રતા કેળવવા માંગુ છું. હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માંગુ છું. "

— ANI (@ANI) October 25, 2021

કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વઘુમાં જણાવ્યું હતું કે,ઘણા બઘા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે કલમ 370 હટાવ્યા બાદ ઘાટીના લોકો પાસેથી જમીન છીનવી લેવામાં આવશે... આ લોકો વિકાસને બાંધીને રાખવા માંગે છે, પોતાની સત્તાને બચાવી રાખવા માંગે છે. 70 વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે, તેણે ચાલું રાખવા માંગે છે.

અમિત શાહે ખીર ભવાની મંદિરમાં પુજા કરી
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ કાશ્મીરના ગંદેરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિરમાં પુજા અર્ચના કરી. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રી સોમવારે મધ્ય કાશ્મીર જિલ્લાના તુલ્લામુલ્લા વિસ્તારમાં ચિનારના ઝાડથી ઘેરાયેલા મંદિર પરિસરમાં ગયા. પરંપરાગત કાશ્મીરી ફિરનમાં સજ્જ શાહે માતા રાગણ્ય દેવીના મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હતા.

અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે
શાહ શનિવારે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગર પહોંચીને તેઓ પોલીસ અધિકારી પરવેઝ અહેમદના પરિવારને મળ્યા, જે આ વર્ષે જૂનમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તે જ દિવસે શાહે અહીં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને સાંજે ઘાટીમાં નવી રચાયેલી યુવા ક્લબના સભ્યો સાથે વાતચીત કરી હતી. રવિવારે શાહે જમ્મુની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે એક જાહેર સભાને પણ સંબોધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news