ફટાકડા ફોડવાના સમયમર્યાદામાં આવ્યો મોટો બદલાવ, સમયનું સંચાલન હવે રાજ્ય સરકારના હાથમાં
આ પહેલા 23 ઓક્ટોબરના રોજ સુપ્રિમ કોર્ટે દિવાળી અને બીજા તહેવારના પ્રંસગોએ ફટાકડા ફોડવા માટેનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો નક્કી કર્યો હતો. તેમણે દેશભરમાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરનારા ગ્રીન ફટાકડા બનાવવાની પરમિશન આપી હતી
Trending Photos
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે દિવાળી પર ફટાકડા ફોડવા માટે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો સમય નક્કી કરવાના પોતાના આદેશમાં બદલાવ કર્યો છે. મંગળવારે સુનવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારો પોતાના હિસાબે ફટાકડા ફોડવાના બે કલાક નક્કી કરી શકે છે. ગત સુનવણીમાં દેશની સૌથી મોટી અદાલત સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો હતો. પરંતુ હવે રાજ્ય સરકારો પોતાના હિસાબે નક્કી કરશે કે, તેઓ કયા બે કલાક નક્કી કરવા માંગે છે. કોર્ટે કહ્યું કે, જો સવાર-સાંજ બંને સમય ફટાકડાની પરંપરા છે, તો બંને સમય 1-1 કલાકનો સમય આપી શકાય છે. ગ્રીન ફટાકડા ફોડવાનો નિયમ માત્ર દિલ્હી-એનસીઆરમાં જ લાગુ થશે. દેશના બાકીના હિસ્સાઓમાં સામાન્ય ફટાકડા ફોડી શકાશે.
આ પહેલા 23 ઓક્ટોબરના રોજ સુપ્રિમ કોર્ટે દિવાળી અને બીજા તહેવારના પ્રંસગોએ ફટાકડા ફોડવા માટેનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો નક્કી કર્યો હતો. તેમણે દેશભરમાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરનારા ગ્રીન ફટાકડા બનાવવાની પરમિશન આપી હતી.
ન્યાયમૂર્તિ એ.કે. શીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પીઠે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ્સના એ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જે વધુ ધ્વનિ પ્રદૂષણ કરે છે. શીર્ષ અદાલતે વાયુ પ્રદૂષણ પર નિયંત્રણના હેતુથી દેશમાં ફટાડકાનું પ્રોડક્શન અને તેના વેચાણ પર પ્રતિબંધ માટે દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો છે. પીઠે કહ્યું કે, જો આ વેબસાઈટ્સ ન્યાયાલયના સૂચનોનું પાલન નહિ કરે, તો તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે.
કડક વલણ દાખવાની ન્યાયાલયે કહ્યું કે, પ્રતિબંધિત ફટાકડા ફોડવાની સ્થિતિમાં સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનો જવાબદાર રહેશે. શીર્ષ અદાલતે આ પહેલા પણ કહ્યું હતું કે, ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના મામલે તેને બનાવનારાઓની આજીવિકાના મૌલિક અધિકારો અને દેશની સવાસો કરોડથી વધુની આબાદીના હેલ્થના અધિકારો સહિત વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને થશે.
શીર્ષ અદાલતે એમ પણ કહ્યું હતું કે, સંવિધાનના અનુચ્છેદ 21 અનુસાર, જીવવાનો અધિકાર તમામ પક્ષોને સમાન રૂપથી લાગુ થાય છે. ફટાકડા પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાના અનુરોધ પર વિચાર કરતા સમયે તેમાં સંતુલન બનાવી રાખવાની અત્યંત જરૂર છે.
શીર્ષ અદાલતે ગત વર્ષે 9 ઓક્ટોબરના રોજ દિવાળીના પહેલા ફટાકડાના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ બાદમાં ન્યાયાલયે વેપારીઓની અરજીને નકારતા 19 ઓક્ટોબર, 2017ના રોજ પોતાના આદેશમાં કોઈ પણ પ્રકારની ઢીલ આપવાનો ઈન્કાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે