પંજાબના CM ને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારી મૂક્યા? અકાલી દળના નેતાનો ચોંકાવનારો દાવો

Bhagwant Mann: શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અંગે ચોંકાવનારો દાવો કર્યો છે.સુખબીર સિંહ બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ પાછળ તેમણે કારણ શું જણાવ્યું અને શું છે મામલો? વાંચો અહેવાલ. 

પંજાબના CM ને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારી મૂક્યા? અકાલી દળના નેતાનો ચોંકાવનારો દાવો

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર સિંહ બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. તેમના જણાવ્યાં મુજબ એરલાઈન્સે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે સીએમ માને ખુબ દારૂ પીધો હતો અને તેઓ ઊભા પણ રહી શકતા નહતા. બાદલે આ દાવો મીડિયા રિપોર્ટ્સના આધારે કર્યો. બીજી બાજુ આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની હેડ ચંદર સુતા ડોગરાએ કહ્યું કે 'ચીફ મિનિસ્ટરની તબિયત સારી નહતી. આથી તેમણે ભારત પાછા ફરવા માટે ફ્રેન્કફર્ટથી બીજી ફ્લાઈટ લીધી.

વાત જાણે એમ છે કે ભગવંત માન હાલમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કરીને કહ્યું કે સાથેના મુસાફરોના હવાલાથી ચોંકાવનારા મીડિયા રિપોર્ટસ સામે આવ્યા છે. જે મુજબ પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી ઉતારી મૂકાયા હતા. કારણ કે તેમણે ખુબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી. તેમણે કહ્યું કે આ રિપોર્ટ પંજાબીઓને દુનિયાભરમાં શરમિંદા કરનારો છે. 

— Sukhbir Singh Badal (@officeofssbadal) September 19, 2022

સુખબીર સિંહ બાદલે વધુમાં લખ્યું છે કે ચોંકાવનારી વાત એ છે કે પંજાબની સરકાર મુખ્યમંત્રીને લઈને આ પ્રકારના રિપોર્ટ પર શાંત છે. આ મામલે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલું ઉઠાવવું જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તમને વિમાનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા તો ભારત સરકારે પોતાના જર્મની સમકક્ષ આગળ આ મુદ્દો ઉઠાવવો જોઈએ. બીજી બાજુ બિક્રમ સિંહ મજિઠિયાએ પણ આ મામલે ભગવંત માન પર કટાક્ષ કર્યો છે. 

વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ રિપોર્ટ્સ પર તપાસની માંગણી કરી છે. રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારી મૂકવામાં આવ્યા હતા કારણ કે તેઓ કથિત રીતે મુસાફરી કરવાની સ્થિતિમાં નહતા. તેમણે આ મુદ્દો નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે ઉઠાવવાની માંગણી કરી છે. જેથી કરીને તેનું કારણ સાર્વજનિક થઈ શકે. 

ભાજપના સાંસદે કર્યો કટાક્ષ
ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે ભગવંત માને કેજરીવાલને ભારતમાં દારૂને હાથ ન લગાવવાનું વચન આપ્યું હતું, વિદેશમાં નહીં. 

— Parvesh Sahib Singh (@p_sahibsingh) September 19, 2022

AAP એ આરોપ ફગાવ્યા
આમ આદમી પાર્ટીએ આ આરોપો ફગાવ્યા છે. પાર્ટી કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની હેડ ચંદર સુતા ડોગરાએ કહ્યું કે 'ચીફ મિનિસ્ટરની તબિયત સારી નહતી. આથી તેમણે ભારત પાછા ફરવા માટે ફ્રેન્કફર્ટથી બીજી ફ્લાઈટ લીધી.જ્યારે પાર્ટી પ્રવક્તા માલવિન્દર સિંહ કાંગે કહ્યું કે 'અમારા રાજકીય વિરોધીઓનું ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થઈ ગયું છે અને અમારા સીએમને બદનામ કરી રહ્યા છે. તેઓ એ વાત પચાવી શકતા નથી કે ભગવંત માન પંજાબમાં રોકાણ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સીએમ પોતાના શિડ્યુલ હેઠળ જ પાછા ફર્યા છે. તેઓ રવિવારે રાતે પાછા ફર્યા અને દિલ્હી આવી ચૂક્યા છે.'

આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબ સરકારના અધિકારીઓએ ભગવંત માનની તબિયત ખરાબ હોવાની વાત કરી છે. પરંતુ એક વેબસાઈટે એક સહયાત્રીના હવાલે લખ્યું છે કે 'મુખ્યમંત્રી નશામાં હતા અને તેઓ સ્થિર હાલતમાં નહતા. ભગવંત માન પોતાના પગ પર ઊભા રહી શકતા નહતા. તેમના પત્ની અને સુરક્ષામાં લાગેલા કર્મચારીઓએ તેમને ચડાવવાની કોશિશ કરી હતી.' સહયાત્રીના હવાલે  indiannarrative વેબસાઈટે લખ્યું કે 'સીએમનો સામાન ઉતારવાનો હતો. આથી વિમાનના ઉડાણ  ભરવામાં 4 કલાકનો વિલંબ થઈ ગયો. પંજાબ સરકારના અધિકારીઓએ લુફથાંસા એરલાઈનના ક્રૂ મેમ્બર્સને મનાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે નિયમો સાથે સમાધાન કરવાનો ઈન્કાર કરી દીધો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news