સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કે જેમણે અડધી રાત્રે ખોલાવ્યા કોર્ટના દરવાજા

પોતાના કાર્યકાળ અંતિમ સપ્તાહમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ અને ખંડપીઠે ઘણી એવી વ્યવસ્થાઓ આપી જેની સહજતાથી કલ્પના કરી શકાય નહી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કે જેમણે અડધી રાત્રે ખોલાવ્યા કોર્ટના દરવાજા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા બે ઓક્ટોબરના રોજ રિટાયર થઇ રહ્યા છે. વિવિધતાપુર્ણ ભારતીય સંસ્કૃતિ સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખતા હાલમાં જ ઘણા સમાવેશી અને ઐતિહાસિક ચુકાદા આપનારા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વમાં કોર્ટના વૈયક્તિક આઝાદી અને ગરિમા સાથે જીવન પસાર કરવા, સમતા અને ખાનગીના અધિકારીઓની સંરક્ષણ કરવાની સાથે જ તેનું વર્તુળ વધાર્યું અને કાયદાના પ્રાવધાનો સાથે લૈંગિક ભેદભાવને દુર કર્યા. જસ્ટિસ દીપક મિશ્રાએ કર્ણાટકમાં સંવૈધાનિક સંકટ દરમિયાન અડધી રાત્રે કોર્ટ ખોલવાના આદેશ પણ આપ્યા. 

કોર્ટની અંદર અને બજાર અનેક પડકારોનો સામનો કરનારા ન્યાયમૂર્તિ મિશ્રા મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભવન એવા પહેલા ન્યાયાધીશ છે જેમને પદ પરથી હટાવવા માટે રાજયસભામાં સાંસદોએ સભાપતિ એમ.વેંકૈયા નાયડૂને અરજી આપી, જો કે ટેક્નીકલી આધાર પર વિપક્ષ આ મુદ્દે આગળ વધવામાં નિષ્ફળ રહ્યા. 

આ પહેલી વાર થયું કે કોર્ટના મુખ્ય ન્યાયમર્તિ દીપક મિશ્રાની કાર્યશૈલી પર તેમના જ કોઇ સહયોગી ન્યાયાધીશોએ સવાલ ઉઠાવ્યા અને એટલે સુધી કે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે, ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ જે.ચેલામેશ્વરના 12 જાન્યુઆરીના રોજ અભૂતપુર્વ પગલુ ઉઠાવતા તેમની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આરોપ તેમના પર લગાવ્યા. 

આ ન્યાયાધીશોને આ પગલાથી કાર્યપાલિકા જ નહી, કોર્ટની જ બિરાદરી પણ સ્તબ્ધ રહી. તેમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે મુખ્ય ન્યાયાધીશની કાર્યશૈલીના સંબંધમાં એક અરજી દાખલ કરી. 

હાલ તમામ પડકારોને નિષ્ફળ કરતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા નિર્વિરોધ રીતે પોતાનું કામ કરતા રહ્યા. પોતાના કાર્યકાળના અંતિમ સપ્તાહમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ અને ખંડપીઠે ઘણી એવી વ્યવસ્થાઓ આપી જેની સહજતાથી કલ્પના કરી શકાય નહી. જેમ કે તેમની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠના બે વયસ્કો વચ્ચે પરસ્પર સંમતીથી સ્થાપિત સમલૈંગિક યૌન સંબંધોને ગુનાની શ્રેણીથી બહાર કરી દીધા અને તેનાથી સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમ 377ના આ અંશોને નિરસ્ત કરી દીધા.

આ પ્રકારે અન્ય અવિશ્વસનીય લગનારી વ્યવસ્થામાં પરસ્ત્રીગમનને ગુનાની શ્રેણીમાં રાખતી ભારતીય દંડ સંહિતાની કલમ 497ને સંવૈધાનિક જાહેર કરતા તેને પણ નિરસ્ત કરી દીધું હતું. ન્યાયમૂર્તિ મિશ્રાની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠે કેરળના સબરીમાલા મંદિરમાં સદિઓથી દસથી 50 લાખ આયુવર્ગની મહિલાઓના પ્રવેશ વર્જિત કરવા અંગે વ્યવસ્થાને અસંવૈધાનિક જાહેર કરતા આ પ્રાચીન મંદિરમાં તમામ આયુ વર્ગની મહિલાઓનો પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો. 

મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વવાળી પીઠોએ જ્યારે કેન્દ્રના મહત્વકાંક્ષી યોજના આધારને સંવૈધાનિક ગણાવતા પાન કાર્ડ અને આવકવેરા રિટર્ન માટે આધાર ફરજીયાત  કર્યો અને બેંક ખાતા અને મોબાઇલ કનેક્શન માટે આધાર ફરજીયાત કરીને જનતાને જરૂરિયાતો પરેશાનીઓથી છુટકારો અપાવ્યો.

બે ઓક્ટોબરે સેવાનિવૃત થવા જઇ રહેલા મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી વિશેષ ખંડપીઠે અયોધ્યામાં શ્રીરામ જન્મભુમિ - બાબરી મસ્જીદ વિવાદ પર માત્ર માલિકી હકના વાદના રૂપમાં જ વિચાર કરવા અને તમામ હસ્તક્ષેપકર્તાને દરકિનાર કરવાનાં નિશ્ચય કરીને તે સુનિશ્ચિત કર્યું કે આ સંવેદનશીલ મુદ્દે યથાશીઘ્ર સુનવણી થઇ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news