અનામતને 10 કે 20 વર્ષ માટે વધારી દેવાથી દેશનો ઉદ્ધાર થવાનો નથી: સુમિત્રા મહાજન
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન રાજધાની રાંચીમા ચાર દિવસીય લોકમંથન કાર્યક્રમના સમાપન સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા
Trending Photos
રાંચી : લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન રાજધાની રાંચીમાં ચાર દિવસીય લોકમંથન કાર્યક્રમના સમાપન સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેઓ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ હતા. અહીં તેમણે પોતાનાં સંબોધનમાં અનામત મુદ્દે કહ્યું કે, અંબેડકરજીએ માત્ર 10 વર્ષ માટે જ અનામતની વ્યવસ્થા કરી હતી. જો કે અનામત લેનારા લોકોએ હવે વિચારવાની જરૂર છે.
રાંચી ખેલ ગાંવમાં પ્રજ્ઞા પ્રવાહ અને ઝારખંડના કળા વિભાગ દ્વારા આયોજીત લોકમંથન કાર્યક્રમના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ સ્વરૂપે આમંત્રીત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમના ઉદ્ધાટન માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ રાંચી આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાનસુમિત્રા મહાજને પોતાના સંબોધનમાં અનામતના મુદ્દે લોકો સાથે ચર્ચા કરી. તેમણે અનામતના મુદ્દે કહ્યું કે, ડૉ. અંબેડકરજીએ માત્ર 10 વર્ષ માટે અનામત લાગુ કરવાની માંગ કરી હતી. જો કે તેને દર 10 વર્ષે વધારતુ રહેવામાં આવે છે. જો કે હવે સમય આવી ચુક્યો છે કે અનામત લેનારા લોકોએ આ અંગે વિચારવું જોઇએ.
તેમણે કહ્યું કે, 10 વર્ષમાં સામુહિક ઉત્થાનની પરિકલ્પના કરી હતી. તેમની પરિકલ્પના હતી વાસ્તવિક રીતે સમરસતા કરી, પરંતુ આપણે શું કર્યું આત્મચિંતનમાં તો ક્યાંય નથી પડી ગયાને. સાથે જ સૃજન અને સામુહિક રીતે ચિંતમાં આપણે ઉણા ઉતર્યા. તેમણે કહ્યું કે, શું માત્ર અનામતથી દેશનું ઉત્થાન શક્ય છે. શું ગામ-ગામનાં લોકોની વિચાર બદલાય તે જરૂરી નથી.
સુમિત્રા મહાજને કહ્યું કે, જે અનામત લઇ રહ્યા છે તેમણે વિચારવું જોઇએ કે તેઓ સમાજને શું આપી રહ્યા છે. એટલા માટે આપણે તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે. જો કે તેમણે તેમ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે હું અનામતની વિરુદ્ધ નથી. જો કે દેશનાં વિકાસ માટે અનામતનો સદુપયોગ કરવાની જરૂર છે.
સુમિત્રા મહાજને કહ્યું કે, નારી સશક્તિકરણ મુદ્દે પોતાની વાત કરી. તેમણે કહ્યું કે, સ્ત્રીને બદલવાની જરૂર નથી, સ્ત્રી તો સ્ત્રી જ રહેશે. જો બદલવાની જરૂર છે તો પરંપરાઓને બદલવી જોઇએ. સ્ત્રીઓની પરંપરાઓથી મુક્તિ અપાવવાની જરૂર છે.
બીજી તરફ તેમણે લોકમંથન આયોજન અંગે કહ્યું કે, તે કુંભના મેળવાની જેમ જ આવા આયોજનોથી દેશ કાળ અને પરિસ્થિતી પર ચર્ચા થવી જોઇએ જેથી આગામી 10-15 વર્ષમાં શું થવાનું છે અને તે મુદ્દે રણનીતિ બનાવી શકાય. અત્રે ઉલ્લેખીય છે કે 4 દિવસીય લોકમંથન કાર્યક્રમમાં દેશ જ નહી પરંતુ સમગ્ર વિશ્વના વિચારક અને ચિંતક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે