બેંક ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલા ઉધાર લેનારાની સુનાવણી જરૂર: SC

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે કોઈપણ ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલાં લોન લેનારને સાંભળવું આવશ્યક છે અને જો આવી કાર્યવાહી કરવામાં આવે તો તર્કસંગત આદેશનું પાલન થવુ જોઈએ. 

બેંક ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલા ઉધાર લેનારાની સુનાવણી જરૂર: SC

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે કોઈપણ ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલાં લોન લેનારને સાંભળવું આવશ્યક છે અને જો આવી કાર્યવાહી કરવામાં આવે તો તર્કસંગત આદેશનું પાલન થવુ જોઈએ. 

તેલંગાણા હાઈકોર્ટનો નિર્ણય યથાવત
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવાથી ઉધાર લેનારાઓ માટે નાગરિક પરિણામો આવે છે અને તેથી આવા લોકોને સુનાવણીની તક આપવી જોઈએ.

બેન્ચે જણાવ્યું હતું કે, "બૅન્કોએ ફ્રોડ પરના મુખ્ય નિર્દેશો હેઠળ તેના ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતા પહેલાં ઉધાર લેનારાને સાંભળવાની તક આપવી જોઈએ."

SBIની અરજી પર નિર્ણય આવ્યો
ખંડપીઠે કહ્યું કે ઉધાર લેનારના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવાના નિર્ણયનું તાર્કિક રીતે પાલન કરવું જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર આ નિર્ણય આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news