CAA: સરકાર આકરા પાણીએ, કહ્યું-'રેલવેને નુકસાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારી દો'

રેલવે રાજ્યમંત્રીએ કહ્યું કે 'જો કોઈ પણ રેલવે સહિત સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરે તો એક મંત્રી તરીકે હું નિર્દેશ આપુ છું કે તેમને જોતા જ ગોળી મારી દો.'

CAA: સરકાર આકરા પાણીએ, કહ્યું-'રેલવેને નુકસાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારી દો'

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ પૂર્વોત્તર (North-East) સહિત દિલ્હી (Delhi) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઉપદ્રવીઓએ રેલવે (Railway) સહિત અન્ય સરકારી સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડી (Suresh Angadi)એ રેલવે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

રેલવે રાજ્યમંત્રીએ કહ્યું કે 'જો કોઈ પણ રેલવે સહિત સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરે તો એક મંત્રી તરીકે હું નિર્દેશ આપુ છું કે તેમને જોતા જ ગોળી મારી દો.'

— ANI (@ANI) December 17, 2019

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ (West Bengal) માં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શનકારીઓએ ગત શુક્રવારે ટ્રેન, રેલવે સ્ટેશન, રેલવે લાઈન, ટોલ પ્લાઝા અને બસો વગેરેરમાં આગચંપી કરી હતી. હિંસક  પ્રદર્શનના કારણે રાજ્યમાં ટ્રેન અને રસ્તાઓ પર ભારે અસર પડી હતી. જેના કારણે લોકોએ પુષ્કળ મુસીબતોનો સામનો કરવો પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news