નીતિ આયોગની બેઠક આવશે નહી મમતા બેનર્જી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં અંતર વધતું જઇ રહ્યું છે. હવે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થવાની વાત કહી છે. આ પહેલાં ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થવાની મનાઇ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે ટીએમસી વચ્ચે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી શરૂ થતાંની સાથે જ અંતર જોવા મળ્યું. જેમ-જેમ પશ્વિમ બંગાળમાં મતદાન નજીક આવ્યું, બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધતો ગયો.
નીતિ આયોગની બેઠક આવશે નહી મમતા બેનર્જી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં અંતર વધતું જઇ રહ્યું છે. હવે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થવાની વાત કહી છે. આ પહેલાં ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થવાની મનાઇ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે ટીએમસી વચ્ચે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી શરૂ થતાંની સાથે જ અંતર જોવા મળ્યું. જેમ-જેમ પશ્વિમ બંગાળમાં મતદાન નજીક આવ્યું, બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધતો ગયો.

મારું બેઠકમાં આવવું જરૂરી નથી: મમતા
મમતા બેનર્જીએ કેંદ્વ સરકાર વિરૂદ્ધ મોરચો ખોલતાં એક પત્રના માધ્યમથી કહ્યું છે કે તે નીતિ આયોગની બેઠકમાં સામેલ થશે નહી. પત્રમાં મમતાએ લખ્યું છે કે 'નીતિ આયોગ પાસે કોઇ નાણાકીય અધિકાર અને રાજ્યની યોજનાઓને સમર્થન આપવાનો અધિકાર નથી. એવામાં મારું બેઠકમાં આવવું જરૂરી નથી. 

બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવ્યા
પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસામાં બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવ્યા. આ ઉપરાંત 'જય શ્રીરામ' અને 'જય બાંગ્લા' જેવા નારા પર તકરાર જોવા મળી. આ દરમિયાન ભાજપ દ્વારા મમતા બેનર્જીને જય શ્રીરામ લખેલા હજારો પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં મમતા બેનર્જી મોદી કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઇ ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news