છપરાથી સુરત આવતી તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યાં

બિહારના છપરામાં આજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. છપરામાં તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

છપરાથી સુરત આવતી તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યાં

છપરા: બિહારના છપરામાં આજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. છપરામાં તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તાપ્તિ ગંગા એક્સપ્રેસ છપરાથી સુરત જઈ રહી હતી. રાહત અને બચાવ કામ માટેની ટીમ સાથે રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. 

આ અકસ્માતમાં હાલ કોઈ જાનમાલના નુકસાનનના અહેવાલ નથી. રેલ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છે. દુર્ઘટનાના કારણે છપરા-વારાણસી રેલવે માર્ગ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. ઘટના સવારે લગભગ 9.45 કલાકે ઘટી. 

— ANI (@ANI) March 31, 2019

લોકોને આંશિક રીતે થોડી ઈજા થવા પામી છે. લોકોની મદદ માટે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ હાજર છે. ગ્રામીણો પણ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદે દોડી આવ્યાં છે. આ ટ્રેન અકસ્માત કયા કારણે સર્જાયો તે તપાસનો વિષય છે પરંતુ પ્રશાસનનો પહેલો હેતુ લોકોની મદદ કરવાનો છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news