CM વિજય રૂપાણીનો Exclusive Interview: સૌરાષ્ટ્રમાં પડકાર અને કોંગ્રેસને તોડવાના આરોપો પર આપ્યું મોટું નિવેદન
લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠક અંકે કરવા માટે જોરશોરથી પ્રચાર કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ZEE 24 કલાક સાથે વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં તેમણે સૌરાષ્ટ્ર અને ઊત્તર ગુજરાતમાં પક્ષના ડેમેજ કન્ટ્રોલથી લઈને કોંગ્રેસના નેતાઓના પક્ષપલટા પર સીધી વાત કરી હતી.
Trending Photos
ગુજરાત :લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠક અંકે કરવા માટે જોરશોરથી પ્રચાર કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ZEE 24 કલાક સાથે વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં તેમણે સૌરાષ્ટ્ર અને ઊત્તર ગુજરાતમાં પક્ષના ડેમેજ કન્ટ્રોલથી લઈને કોંગ્રેસના નેતાઓના પક્ષપલટા પર સીધી વાત કરી હતી.
- પ્રશ્ન : 2019ના મહાસંગ્રામમાં તમે કેવા પ્રકારના વાઈબ્રેશન જોઈ રહ્યા છો?
જવાબ : 2019ની ચૂંટણી એક જ મુદ્દા પર કેન્દ્રિત થઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓથી દેશ સંપૂર્ણ રીતે ત્રસ્ત છે, ત્યારે તેમનો ખાત્મો બોલાવે એવું કોણ, અને આ દેશ કોના હાથમાં સલામત, પુલવામા બનાવ પછી નરેન્દ્રભાઈએ કડક એક્શન લીધા. દરેક સ્તરે લીધા. સાથે જ આતંકવાદીઓનો સફાયો. આ સાથે જ ભારતીયની પ્રજા મૂળ બનાવીને બેસી છે કે, તેઓ ફરીથી વડાપ્રધાન બને અને દેશ શક્તિશાળી દેશ તરીકે પ્રસ્તાવિત થાય.
- પ્રશ્ન : વડાપ્રધાન જેવા નેતાઓ ગાંધીનગર બેઠક પરથી જીતીને ગયા છે, ત્યારે શું આગામી દિવસોમાં અમિત શાહને પણ આ પ્રકારના પદ પર જુઓ છો?
જવાબ : પદ માટે મૂલ્યાંકન બરાબર નથી. ભાજપના સિનીયર લિડર્સ અટલજી, અડવાણીએ અહીંથી નેતૃત્વ કર્યું. અમિતભાઈ પણ સિનીયર લિડર છે. તેથી તે જ પરંપરા ચાલુ રહેશે. સમયાંતરે જનરેશન ચેન્જ થાય. એ ચેન્જિંગમાં પણ રાષ્ટ્રીય નેતૃત્વ જ આવ્યું છે. અમિતભાઈનું સ્થાન તો છે જ ત્યાં.
- પ્રશ્ન : વડાપ્રધાન પણ ગાંધીનગરથી ચૂંટણી લડવાના હતા તેવું જાણવા મળ્યું હતું...
જવાબ : પીએમના લડવાની કોઈ વાત ક્યાંય નથી. તેમણે વારાણસીને પ્રાધાન્ય આપ્યું, ત્યાર પછી ગુજરાત સ્તરે લડવાની વાત પાર્ટી લેવલે ક્યાંય ન હતી. કદાચ મીડિયામાં હશે. તેઓ બનારસથી જ લડવાના હતા, અને ત્યાં જ લડશે. અડવાણીની ઉંમર 91 વર્ષ થઈ છે.
- પ્રશ્ન : સૌરાષ્ટ્રમાં ભાજપ જીતશે કે નહિ?
જવાબ : સૌરાષ્ટ્ર જ નહિ, 26એ 26 જીતીશું. 2017ની ચૂંટણી અમારા માટે એક પડકાર હતો, અને કારણો હતા. કારણોની ચર્ચા નથી કરતો. પણ કોંગ્રેસ એમ માનતી હતી કે, સરકાર એમની બનશે. એવા સમયે ભાજપની સરકાર બની. અમને જે નુકશાન થયું, તે એ સમયમાં થયા. પહેલું એ કે, 2017થી 2019ના સમયગાળામાં બધા જ ઈશ્યુને સરકારે ટેકલ કર્યા છે. આજે ક્યાંય અસંતોષ અજંપો નથી. બીજુ એ કે, વડાપ્રધાનની કામગીરી દેખાય છે. ત્રીજું એ કે, જેટલા કોર્પોરેશન, પંચાયત, ધારાસભ્ય જસદણની ચૂંટણી આવી, તે બધામાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ જીત્યું નથી. સુધારો મોટો છે. અને વાતાવરણમાં પણ જુદી લહેર છે. તેથી અમે બધી બેઠકો જીતીશું તે સ્પષ્ટ દેખાય છે. સરવે પણ 20 તો કહે જ છે. સવાલ 4 -5 સીટનો છે.
- પ્રશ્ન : સવાલ કઈ 4-5 સીટનો છે?
જવાબ : અમે એવું નથી કહ્યું, આ તો સરવેની વાત કરી છે. અમે એમ માનીએ છીએ કે, અમે તેમાં પણ જીતીશું.
- પ્રશ્ન : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 સીટ જીતવાનું વાત કરતું હતું, અને 99 આવ્યા. ત્યારે 26 જીતનો વિશ્વાસ કેમ છે?
જવાબ : ગુજરાતની જનતા આજે પણ પીએમ માટે પ્રેમ અને માનતા ધરાવે છે. આખી ચૂંટણી એ જ દિશામાં જઈ રહી છે. ગુજરાતમાં બધા જ આ બાબતથી આકર્ષાય છે. વાતાવરણ અને મુદ્દાઓ એવા છે, જેમાં ભાજપ આ લક્ષ્યાંક પાર પાડી શકીશું.
- પ્રશ્ન : ઉત્તર ગુજરાતમાં જીત કેટલી પડકારજનક છે?
જવાબ : ઉત્તર ગુજરાતમાં પાટીદાર પ્રભાવવાળી સીટ મહેસાણા છે. 2017માં 7માંથી 5 બેઠકો અમે જીત્યા છે. 2017માં પણ સ્થિતિ જાળવી રાખી છે. હાલ મહેસાણામાં કોઈ પડકાર નથી, ફરી જીતીશું. ઊત્તર ગુજરાત કોંગ્રેસ વિરોધી માનસિકતા ધરાવતો વિસ્તાર છે. ત્યાં ચિંતાનુ કારણ જ નથી.
- પ્રશ્ન : અમરેલી અને જુનાગઢમાં પણ મોટો પડકાર છે?
જવાબ : એ બંને સીટ અમે જીતી જઈશું. કોંગ્રેસ નેતાગિરી વિહની, ઘણીધોરી વિહીની છે. કોંગ્રેસની લડાઈ અસ્તિત્વ માટેની છે. પણ અમારી લડાઈ વડાપ્રધાન બનાવવા માટેની છે.
- પ્રશ્ન : કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ કોંગ્રેસ તોડે છે.
જવાબ : કોંગ્રેસ તેનો જવાબ આપે કે, તે શુ કામ તૂટે છે. વિરોધ પ્રતિપક્ષો જે કરતા હોય પણ, તમારી પાર્ટી તૂટે છે તે તો સ્વીકારો. પ્રતિવર્ષો મજબૂત થતા ભાજપ સત્તા પર આવ્યું. કુંવરજી અને જવાહરભાઈનું ઉદાહરણ જોઈએ તો, તેઓ સામદામ દંડભેદથી તૂટ્યા નથી. કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
- પ્રશ્ન : પીએમની કેટલી સભા થશે?
જવાબ : તેમની સભાથી વાતાવરણમાં અસર થાય છે. તેથી 6-7 સભા થશે જ.
- પ્રશ્ન : ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પક્ષથી નારાજ છે?
જવાબ : કાર્યકર્તા સંગઠન લેવલે નથી. આ બધી વાત મીડિયામાં ચાલે છે. પાંચ ટર્મથી જે ધારાસભ્યો કોંગ્રેસમાં ચૂંટાતા હતા, તે ભાજપમાં જોડાય, તેમાં કાર્યકર્તાને શું અન્યાય થયો. આ તો અમારી શક્તિમાં વધારો છે. તેમાં ન્યાય અન્યાયની વાત જ નથી. સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને જ અમે આ કરીએ છીએ. ભાજપના ધારાસભ્યને તો અમે દૂર કરતા જ નથી. કોંગ્રેસની પરંપરાગત સીટમાંથી ભાજપમાં આવે છે.
- પ્રશ્ન : સૌની યોજનાથી મતદાન પર અસર થશે
જવાબ : સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં 70 ટકા કામ પતી ગયું છે. દોઢ વર્ષમાં બાકીનું કામ પતી જશે. બીજા 64 ડેમોમાં પાણી આવ્યું. સૌરાષ્ટ્રની પીવાના પાણીની તકલીફ હતી, ત્યારે આ જ ડેમોનું પાણી ઉપયોગી બન્યું છે. બધા સમજી ગયા છે કે, સૌની યોજના બધાનું તારણહાર છે. અને ચોક્કસ તેની અસર ચૂંટણીમાં પડશે.
- પ્રશ્ન : ખેડૂતોના મુદ્દે સરકાર સંવેદનશીલ નથી તેવા આરોપો ઉઠે છે...
જવાબ : કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. ખેડૂતોની દુર્દશાના મૂળમાં કોંગ્રેસ છે. છેલ્લા 55 વર્ષમાં ખેડૂતો માટે ન સિંચાઈમાં ધ્યાન આપ્યું, ન ઈલેક્ટ્રીસિટીમાં ધ્યાન આપ્યું, ખાતર-ભાવમાં ધ્યાન આપ્યું. જેને કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈએ ઊંચા ભાવ આપ્યા. ગુજરાત સરકારે 8000 કરોડની જણસી ખરીદી છે. ભૂતકાળમાં કોઈ સરકારે આવું કર્યું નથી, એ પણ ઊંચા ભાવે.
- પ્રશ્ન : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી વિશે શું કહેશો
જવાબ : હું અને નીતિનભાઈ સાથે મળીને જ કામ કરીએ છીએ. અમે સામૂહિકતાથી કામ કરીએ છીએ. કોઈ જ મતભેદ નથી. ત્રણ વર્ષમાં જે કામ કર્યું છે, તે સારામાં સારી રીતે ચાલી રહ્યું છે.
- પ્રશ્ન : હાર્દિક પટેલે કહ્યું કે, જામનગર લડવા નહિ મળે તો હવે હું 26 સીટ પર ભાજપને નડીશ?
જવાબ : તે તો નડવાનું કામ જ કરે છે. અમે વર્ષોથી જ કહેતા હતા કે, હાર્દિક કોંગ્રેસની ડિઝાઈન છે. કોંગ્રેસનું ષડયંત્ર છે. તેણે કોંગ્રેસમાં જોડાઈને આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. પાટીદાર સમાજ પણ સમજી ગયો છે.
- પ્રશ્ન : કેટલીક બેઠક પર ઉમેદવારોમાં દાવપેચ ચાલ્યો છે, શું મામલો છે
જવાબ : 19 બેઠકોની જાહેરાતમાં અમને કોઈ પ્રોબ્લમ નથી આવ્યા, હવે 7 જ બેઠક બાકી છે. કોંગ્રેસને બાકીની બેઠક ગણવામાં તકલીફ પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે