પેટ્રોલ પંપ પર મોબાઈલનો ઉપયોગ કેમ હોય છે પ્રતિબંધિત? જાણવા જેવું છે કારણ

આપણે જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ ત્યારે ત્યાં ફોનનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. જો કોઈ પેટ્રોલ પંપ પર ફોન પર વાત કરતા હોય તો પણ તેમને અટકાવવામાં આવે છે. આખરે આવું કેમ છે? જાણવા માટે વાંચો આ આર્ટિકલ.

પેટ્રોલ પંપ પર મોબાઈલનો ઉપયોગ કેમ હોય છે પ્રતિબંધિત? જાણવા જેવું છે કારણ

નવી દિલ્લીઃ પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની મનાઈ હોય છે અને મોબાઈલ ફોન પર વાત કરવાની પણ મનાઈ હોય છે. પેટ્રોલ પંપમાં મોબાઈલ પર વાત ન કરવી તેવી સૂચના પર લગાવેલી હોય છે. સામાન્ય રીતે આ માટે સુરક્ષાનું કારણ આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, મોબાઈલમાંથી જે ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પેટ્રોલમાંથી જે વાયુ નિકળી તેને પ્રજ્વલિત કરી શકે છે. સાથે જ તે આસપાસ જો ધાતુની વસ્તુઓ હોય તો તેમાં કરંટ ઉત્પન્ન કરી શકે છે. જે એક ચિંગારીનું કારણ બની શકે છે.

શક્યતાઓ છે ઓછીઃ
પેટ્રોલની જ્વલનશીલતાથી કોઈ અજાણ નથી. સામાન્ય રીતે પેટ્રોલને બળવા માટે જેટલી ઓછામાં ઓછી એનર્જી જોઈએ એ આપણા ફોનના રેડિયેશનમાં નથી હોતી એટલે આવું થવાની સંભાવના ઓછી છે. સામાન્ય સંજોગોમાં આવું નથી થતું. પરંતુ જો કોઈ પણ કારણથી મોબાઈલમાં વિસ્ફોટ થાય તો મોટી દુર્ઘટના બની શકે છે.

આટલું અંતર જરૂરી:
પેટ્રોલ પંપ અને મોબાઈલ ફોન વચ્ચે નિયત અંતર જરૂરી છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશને પેટ્રોલિયમ મંત્રાલયને પેટ્રોલ પંપ અને મોબાઈલ ફોન વચ્ચેના અંતરનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક નિશ્ચિત ઉંચાઈ અને અંતરે મોબાઈલનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. એક રિપોર્ટ અનુસાર આ અંતર ઓછામાં ઓછું છ મીટર જેટલું હોવું જોઈએ. પેટ્રોલ પંપ પર મોબાઈલનો ઉપયોગ કરવાથી કોઈ અકસ્માત થશે એવો ભય રાખવાની જરૂર નથી. પરંતુ બને ત્યાં સુધી પેટ્રોલ ભરાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news