કર્ણાટક BJP ફાયરબ્રાન્ડ નેતા અનંત કુમાર, આ 10 ખાસિયતોને કારણે હતા ચર્ચામાં

 બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન થયું છે. રવિવારે મોડી રાત્રે અંદાજે બે વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગત કેટલાક મહિનાઓથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. અનંત કુમાર કર્ણાટકના બેંગલુરુ સાઉથના સાંસદ હતા. તે કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી અને પોતાની કેબિનટના સાથી અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કુમાર ઉમદા નેતા હતા. જેઓ પોતાના યુવા કાળમાં જ સાર્વજનિક જીવનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પૂરતી નિષ્ઠા અને લગનની સાથે સમાજની સેવા કરી હતી. તેમણે સારા કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

કર્ણાટક BJP ફાયરબ્રાન્ડ નેતા અનંત કુમાર, આ 10 ખાસિયતોને કારણે હતા ચર્ચામાં

નવી દિલ્હી : બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન થયું છે. રવિવારે મોડી રાત્રે અંદાજે બે વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગત કેટલાક મહિનાઓથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. અનંત કુમાર કર્ણાટકના બેંગલુરુ સાઉથના સાંસદ હતા. તે કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી અને પોતાની કેબિનટના સાથી અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કુમાર ઉમદા નેતા હતા. જેઓ પોતાના યુવા કાળમાં જ સાર્વજનિક જીવનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પૂરતી નિષ્ઠા અને લગનની સાથે સમાજની સેવા કરી હતી. તેમણે સારા કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

  • અનંત કુમારનો જન્મ 22 જુલાઈ, 1959ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમણે કેએસ આર્ટસ કોલેજમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. તેના બાદ જેએસએસ લો કોલેજથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. અનંત કુમારની પાસે બે મહત્વના મંત્રાલય હતા. તેમની પાસે વર્ષ 2014થી રસાયણ તેમજ ઉર્વરક મંત્રાલય હતા. સાથે જ જુલાઈ 2016માં તેમને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તે 1996થી બેંગલુરુ દક્ષિણથી લોકસભા સાસંદના રૂપમાં ચૂંટાતા રહ્યાં છે. 

 कर्नाटक में BJP के फायरब्रांड नेता रहे अनंत कुमार से जुड़ी 10 बातें यहां जानिये

  • રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘથી પ્રભાવિત થવાને કારણે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી વિંગના સદસ્ય હતા. ઈન્દિરા ગાંધી સરકારમાં લાવવામાં આવેલ આપાતકાળ દરમિયાન હજારો વિદ્યાર્થી કાર્યકર્તાઓની સાથે તેમને પણ જેલ જવુ પડ્યું હતું.
  • ઈમરજનીસ બાદ તેમણે એબીવીપીના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 1985માં તેમને એબીવીપીના રાષ્ટ્રીય સચિવ બનાવાયા હતા. તેના બાદ તેઓ બીજેપીમાં સામેલ થયા હતા. તેમને ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય અધ્યક્ષના રૂપમાં મૂકવામાં આવ્યા. વર્ષ 1996માં તેમને પાર્ટીના સચિવ બનાવવામાં આવ્યા. 
  • 11મી લોકસભા એટલે કે 1996માં તેઓ પહેલીવાર બેંગલુરુ દક્ષિણથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ પહેલા એવા ભારતીય નેતા હતા, જેમણે પોતાની અંગત વેબસાઈટ લોન્ચ કરી હતી. જાન્યુઆરી વર્ષ 1998માં તેમણે www.dataindia.com અને  www.ananth.org. વેબસાઈટ લોન્ચ કરી હતી. 
  • 1998માં થયેલા ઈલેક્શનમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા અને તેમને અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષતામાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના રૂપમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે સરકારમાં તેઓ સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મંત્રી હતા.

अविश्वास प्रस्ताव : केंद्रीय मंत्री अनंत कुमार ने कहा, केंद्र सरकार को कोई खतरा नहीं

  • 1999માં તેઓ સતત ત્રીજીવાર ચૂંટાયા હતા અને રાષ્ટ્રીય જનતાઁત્રિક ગઠબંધન સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. તેમને પર્યટન, ખેલ અને યુવા મામલા, સંસ્કૃતિ, શહેરી વિકાસ અને ગરીબી ઉન્મૂલન જેવા વિવિધ મંત્રાલય સોંપવામાં આવ્યા.
  • વર્ષ 2003માં તેમને બીજેપીના કર્ણાટક રાજ્યના અધ્યક્ષ બનાવાયા અને તેમના નેતૃત્વમાં તે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ. વર્ષ 2004માં કર્ણાટકમાં સૌથી વધુ લોકસભા સીટ જીતી હતી.
  • વર્ષ 2004માં તેમની મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પાર્ટી બનાવવામાં યોગદાન આપનારી બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા હતા. અનંત કુમાર કર્ણાટકમાં બીજેપીના દિગ્ગજ નેતા તરીકે જાણીતા છે.   
  • સંસદના કેન્દ્રીય હોલમાં અડધી રાતે લાવવામાં આવેલ ઐતિહાસિક જીએસટીને તેમના રાજનીતિક કરિયરમાં મહત્વનું ગણવામાં આવે છે. તમામ પાર્ટીઓમાં સહમિત બનાવવાની તેમની ક્ષમતા, બિલ સાસંદના બંને સદનમાં પાસ કરાવવા અને 50 ટકાથી વધુ રાજ્યોને 3 સપ્તાહની અંદર તેનુ સમર્થન મળ્યા બાદ 1 જુલાઈ, 2017ના રોજ તેને દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું.
  • કર્ણાટકમાં બીજેપીની સ્થાપિત કરવામાં તેમનું મોટુ યોગદાન માનવામાં આવી રહ્યું છે. તેમના પરિવારમાં પત્ની તેજસ્વીની અને બે દીકરીઓ ઐશ્વર્યા અને વિજેતા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news