ભાજપ કાર્યાલયમાં સમગ્ર દેશનાં આતંકવાદીઓ બેસે છે: રાબડી દેવી

પેટાચૂંટણીમાં અરસિયા લોકસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળની જીત બાદ ભારતીય જનતા પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વિવાદિત ટીપ્પણી કરી છે

ભાજપ કાર્યાલયમાં સમગ્ર દેશનાં આતંકવાદીઓ બેસે છે: રાબડી દેવી

નવી દિલ્હી : પેટા ચૂંટણીમાં અરસિયા લોકસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની જીત બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિવાદિત ટીપ્પણી કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, આજેડીની જીત બાદ અરસિયા આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો ગઢ બની જશે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન અંગે આરજેડી નેતા રાબડી દેવી અને હિન્દુસ્તાન આવામી મોર્ચા (હમ)ના અધ્યક્ષ જીતન રામ માંઝીએ ભાજપ અને મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વળતો હૂમલો કર્યો છે.

પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે, સમગ્ર દેશમાં આતંકવાદી ભાજપની ઓફીસમાં બેસે છે. જનતાએ જવાબ આપ્યો છે, એટલા માટે ગભરાયેલા છે, બિહાર અને ઉત્તરપ્રદેશનાં લોકોએ રસ્તો દેખાડી દીધો છે. પોતાની જીભ કાબુમાં રાખે, અરરિયાની જનતા પાસે માફી માંગે, નહી તો 2019માં જનતા માફ નહી કરે. તે જ હાલમાં એનડીએથી અલગ થઇને મહાગઠબંધનમાં જોડાયેલા માંઝીએ કહ્યું કે, સરકારને અપીલ કરી છે કે કોઇ પ્રકારની વાત ન થાય , સરકાર યોગ્ય વર્તન કરે. અહીં માત્ર મુસ્લિમો જ નથી રહી રહ્યા, અનુસુચિત જાતી સહિત અન્ય જાતીનાં લોકો પણ રહી રહ્યા છે. ત્યાં ક્યાં ISISનો ગઢ બની ગયો છે ? 

શું કહ્યું હતું ગિરિરાજ સિંહે?
પોતાનાં નિવેદનનાં કારણે સમાચારોમાં રહેતા ગિરિરાજ સિંહે કહ્યું કે, અરસિયા માત્ર સીમાવર્તી વિસ્તાર નથી. આ માત્ર નેપાળ અને બાંગ્લાદેશ સાથે જોડાયેલો નથી. એક ક્ટ્ટરપંથી વિચારધારાને તેમણે જન્મ આપ્યો છે. ગિરિરાજે આગળ કહ્યું કે, તે માત્ર બિહાર માટે ખતરો નથી પરંતુ દેશનાં માટે ખતરો થશે. અરરિયા હવે આતંકવાદીઓનો ગઢ બની જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news