કામકાજ સંભાળતા જ IT મંત્રી અશ્વિની વૈષ્ણવની Twitter ને ચેતવણી, કહ્યું- દેશના કાયદાનું પાલન કરવું પડશે
ટ્વિટરની મનમાની પર મીડિયાના સવાલાનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ કે, દેશનો કાયદો બધા માટે બરાબર છે અને દરેકે તેનું પાલન કરવું જ પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ અમલદારશાહથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવે આજે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા તેમણે નવા આઈટી નિયમોને લઈને ટ્વિટરને ચેતવણી આપી છે. ટ્વિટરની મનમાની પર મીડિયાના સવાલાનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યુ કે, દેશનો કાયદો બધા માટે બરાબર છે અને દરેકે તેનું પાલન કરવું જ પડશે.
આ વચ્ચે ટ્વિટરે આજે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી અધિકારીની નિમણૂક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોના અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે.
The law of the land should be abided by everyone: Newley appointed Electronics and Information Technology minister, Ashwini Vaishnaw, on the issue of Twitter pic.twitter.com/Lg3foCFJ1J
— ANI (@ANI) July 8, 2021
વૈષ્ણવે લીધી રવિશંકર પ્રસાદની જગ્યા
સંસદના સભ્યના રૂપમાં વૈષ્ણવનો આ પ્રથમ કાર્યકાળ છે અને તે કેબિનેટ મંત્રીના રૂપમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, સંચાર મંત્રાલય અને રેલ મંત્રાલયના પ્રભારી હશે. વૈષ્ણવે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તથા સંચાર મંત્રાલયમાં વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદની જગ્યા લીધી છે.
આ પણ વાંચોઃ 30 વર્ષ પહેલા માધવરાવ સિંધિયા બન્યા હતા એવિએશન મિનિસ્ટર, હવે પુત્રને મળી આ મંત્રાલયની કમાન
દેશની સેવા કરવાનો અવસર આપવા માટે પીએમનો આભારઃ વૈષ્ણવ
વૈષ્ણવે કાર્યભાર ગ્રહણ કર્યા બાદ પત્રકારોને કહ્યુ- હું માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું કે તેમણે દેશની જનતાની સેવા કરવાની તક આપી. દૂરસંચાર, આઈટી અને રેલવે, ત્રણેયમાં ખુબ તાલમેલ છે અને હું તે નક્કી કરવા માટે કામ કરીશ કે તેમના વિઝનને પૂરુ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે