પહાડો પર કાળો કહેર, હિમાચલથી ઉત્તરાખંડ સુધી તારાજી, વાદળ ફાટતાં ભારે વિનાશ જોવા મળ્યો

મેદાની પ્રદેશોમાં રહેતાં લોકોને પહાડી પ્રદેશ દૂરથી સુંદર અને રળિયામણા લાગતા હોય છે... પરંતુ જ્યારે વાદળ ફાટતાં આ પહાડો કેવી તારાજી સર્જે છે તેનો અહેસાસ તો તે વિસ્તારના લોકોને જ થાય છે... એટલે પહાડો કેમ તૂટી રહ્યા છે તે અંગે રાજ્ય અને કેન્દ્રની સરકારે ચોક્કસ વિચારવાની જરૂર છે... 

પહાડો પર કાળો કહેર, હિમાચલથી ઉત્તરાખંડ સુધી તારાજી, વાદળ ફાટતાં ભારે વિનાશ જોવા મળ્યો

નવી દિલ્હીઃ પહાડી રાજ્યોમાં અત્યારે આફતનો વરસાદ વરસી રહ્યો છે... જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી જોવા મળી છે... તો અનેક જગ્યાએ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ફસાતાં તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી... ત્યારે કુદરતે પહાડી રાજ્યોમાં કેવો ક્રોધ વરસાવ્યો?... જોઈશું આ રિપોર્ટમાં... 

કારગિલમાં લેન્ડ સ્લાઈડ....
ગાંદરબલમાં વાદળ ફાટ્યું.... 
લાહૌલ સ્પીતિમાં કોફ્તા બ્રિજ ધોવાયો
ઉત્તરાખંડમાં કુદરતે ભારે તારાજી સર્જી...

આ તમામ દ્રશ્યો ભારતના પહાડી રાજ્યોના છે... જ્યાં કુદરતનો એવો ક્રોધ જોવા મળ્યો કે અનેક વિસ્તારોમાં ભારે વિનાશ જોવા મળ્યો... જેમાં સૌથી વધુ તારાજી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળી...

ઉત્તરાખંડના કેદારનાથ માર્ગ પર લેન્ડ સ્લાઈડે ભારે તબાહી મચાવી... જેના કારણે જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે... જે રસ્તા પર થોડા દિવસો પહેલાં ભક્તોનો માનવમહેરામણ જોવા મળતો હતો... ત્યાં હવે વિનાશની તસવીરો જોવા મળી રહી છે... 

કેદારનાથના ગૌરીકુંડ બજારમાં મોટાપાયે નુકસાન થયું છે... રવિવારે સવારના સમયે મોટું લેન્ડસ્લાઈડ થયા પછી મોટા-મોટા બોલ્ડર લોકોના ઘર અને દુકાનો પર પડ્યા.. કેદારનાથના ગૌરીકુંડમાં તપ્ત કુંડને સૌથી વધારે નુકસાન થયું છે... કુંડ અત્યારે સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યો છે અને તેની ચારેબાજુ મોટા-મોટા પથ્થરોનો ઢગલો જોવા મળી રહ્યો છે.... 

આ દ્રશ્યો ઉત્તરાખંડના સોનપ્રયાગના છે... અહીંયા કેદારનાથની યાત્રાએ આવેલાં અનેક યાત્રાળુઓ ઠેર-ઠેર લેન્ડ સ્લાઈડના કારણે ફસાઈ ગયા... તેમને સેનાના જવાનો હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહ્યા છે... 

માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં પણ વાદળ ફાટતાં મોટી તારાજી જોવા મળી... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાહૌલ સ્પીતિમાં કોફ્તા બ્રિજ ધોવાઈ ગયો... જેના કારણે મનાલી-લદાખ રોડથી મુસાફરી કરતાં લોકોને મોટી અસર થઈ છે.... આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છેકે કઈ રીતે કુદરતી આફતે અહીંયા વિનાશ વેર્યો છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news