Corona News: બીજી લહેરની જેમ ખતરનાક હોઈ શકે છે ત્રીજી લહેરઃ SBI રિપોર્ટ
દેશમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેમ ખતરનાક હોઈ શકે છે. એસબીઆઈના રિપોર્ટમાં ત્રીજી લહેર 98 દિવસ ચાલવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ખાત્મા તરફ આગળ વધી રહી છે, પરંતુ ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. એસબીઆઈ રિપોર્ટ અનુસાર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર, બીજી લહેરની જેમ ખુબ ખતરનાક હશે. આ રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર 98 દિવસ સુધી ચાલી શકે છે.
આંતરરાષ્ટ્રીય અનુભવોના આધાર પર એસબીઆઈ ઇકોરેપની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરનો પ્રભાવ બીજી લહેરથી વધુ અલગ હશે નહીં. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનો સામનો કરવા સારી તૈયારી કરી ત્રીજી લહેરમાં મૃત્યુઆંક ઘટાડી શકાય છે. વિશ્વના ટોપ દેશોમાં ત્રીજી લહેર સરેરાશ 98 દિવસ ચાલી છે, જ્યારે બીજી લહેર 108 દિવસ ચાલી હતી. બીજી લહેરથી બોધપાઠ લેતા રાજ્ય અને કેન્દ્રોએ ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, તેવામાં આવા સમયે ત્રીજી લહેરને લઈને અનુમાન ખુબ મહત્વપૂર્ણ થઈ જાય છે.
આ પણ વાંચોઃ CBSE Board Exam રદ્દ થવા પર છાત્રએ પીએમ મોદીને કરી અપીલ, 'સર ફેરવેલ કરાવી દો, નેહાને સાડીમાં જોવી હતી'
આ રિપોર્ટ અનુસાર, ત્રીજી લહેરમાં ગંભીર મામલાને 5 ટકાની અંદર લાવી કુલ મોતોને ઓછી કરી 40 હજાર સુધી લાવી શકાય છે. જ્યારે બીજી લહેરમાં ગંભીર મામલા 20 ટકા હતા, જેમાં અત્યાર સુધી 1.7 લાખ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેરે ખુબ તબાહી મચાવી છે. બીજીલહેરમાં દરરોજ સંક્રમણના કેસ 4.14 લાખે પહોંચ્યા હતા. માત્ર મે મહિનામાં 90.3 લાખ કેસ સામે આવ્યા, એક મહિનામાં આટલા વધુ કોરોના કેસ અત્યાર સુધી કોઈ દેશમાં નોંધાયા નથી.
છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,32,788 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 2,83,07,832 થઈ છે. જેમાંથી 17,93,645 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 2,31,456 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,61,79,085 પર પહોંચી છે. થોડી રાહત બાદ આજે મૃત્યુના આંકડામાં ફરીથી વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 3207 દર્દીઓનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,35,102 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,85,46,667 ડોઝ અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે