2019 પહેલા વિપક્ષી એકતાની આ ચૂંટણીમાં થશે પરીક્ષા
રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે. કુરિયન 1 જુલાઇએ નિવૃત થઈ રહ્યાં છે. ત્યારબાદ ચૂંટણી યોજાશે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે. કુરિયન 1 જુલાઇએ નિવૃત થઈ રહ્યાં છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપકિ વેંકૈયા નાયડૂને ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરાવાની છે. એકતરફ ભાજપ સામાન્ય સહમતિ બનાવીને આ પોસ્ટને પોતાના ઉમેદવાર માટે સુરક્ષિત કરવા ઈચ્છે છે તો બીજીતરફ વિપક્ષી પાર્ટીઓ એક સંયુક્ત ઉમેદવારની સંભાવનાઓ તપાસી રહી છે. તેવામાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ વિપક્ષી એકતા માટે અસલી ટેસ્ટ પણ હશે.
આંકડાનું ગણિત
ભાજપની પાસે 106 સાંસદોનું સમર્થન છે, જેમાં AIADMKના 14 સાંસદો સામેલ છે. બીજીતરફ વિપક્ષી પાર્ટીઓનો વ્યાપક આંકડો 117 સુધી પહોંચી રહ્યો છે, જેમાં ટીડીપી પણ સામેલ છે. પરંતુ 245 સભ્યોના ગૃહમાં જીત માટે 122 મતોની જરૂર પડશે. તેવામાં સમીકરણ હાલમાં તે વાત તરફ ઈશારો કરી રહ્યું છે કે, બંન્ને વિપક્ષી પાર્ટીઓને વધારાના મતની જરૂર પડશે.
આ બધાના નિશાના પર BJD, TRS અને YSRCP જેવી સ્થાનિક પાર્ટીઓ છે એનડીએ અને વિપક્ષી પાર્ટીઓની રેસમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. બંન્ને પક્ષ હવે આ પાર્ટીઓને મનાવવામાં લાગી ગયા છે.
આ માટે મહત્વની છે ચૂંટણી
રાજ્યસભામાં બહૂમત ન હોવો ભાજપ માટે એક મોટી સમસ્યા છે. જનરલ ઈલેક્શનના એક વર્ષ પહેલા પાર્ટી કાયદાઓને પાસ કરવા ઈચ્છશે અને તે માટે ચેરમેન (વેંકૈયા નાયડૂ) અને ડેપ્યુટી ચેરમેન મદદગાર સાબિત થઈ શકે છે. બીજીતરફ કોંગ્રેસ માટે ઉપસભાપતિની સીટ પર કબજો કરવો તેના માટે સંજીવનીથી ઓછું નહીં હોય, પરંતુ તે કોઈ બિનકોંગ્રેસ ઉમેદવારને સહયોગ આપવા માટે મજબૂર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે