Shopian Encounter: સુરક્ષાદળોએ સપાટો બોલાવ્યો, 3 આતંકી ઠાર, ટોપ કમાન્ડરને ઘેર્યો

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો. જ્યારે બે આતંકીઓ હજુ પણ છૂપાયેલા હોવાની આશંકા છે.

Shopian Encounter: સુરક્ષાદળોએ સપાટો બોલાવ્યો, 3 આતંકી ઠાર, ટોપ કમાન્ડરને ઘેર્યો

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો. જ્યારે બે આતંકીઓ હજુ પણ છૂપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ અંસાર ગજવાતુલ હિન્દના ચીફ  ઈમ્તિયાઝ અહેમદને ઘેરી રાખ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે બાબા મોહલ્લામાં આતંકીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ અને અત્યાર  સુધીમાં 3 આતંકીઓ માર્યા ગયા છે. 

વાતચીત માટે ઈમામ મોકલ્યો
આતંકીઓ એક મસ્જિદમાં છૂપાયેલા છે. સુરક્ષાદળોએ એક આતંકીના ભાઈ અને સ્થાનિક ઈમામને મસ્જિદમાં મોકલ્યો છે. જેથી કરીને આતંકીઓને આત્મ સમર્પણ માટે તૈયાર કરાવી શકાય. પોલીસના જણાવ્યાં મુજબ પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે મસ્જિદને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ માટે ઈમામ સાહેબને આતંકીઓ સાથે વાતચીત કરવા માટે મોકલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિગ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ ગઈ. 

— Kashmir Zone Police (@KashmirPolice) April 8, 2021

ચાલુ છે ઓપરેશન
પોલીસ સૂત્રોએ અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ  કરી છે. જો કે હજુ પણ આતંકીઓની ઓળખ ઉજાગર થઈ નથી. કહેવાય છે કે અંસાર અજવાતુલ હિન્દના ચીફ ઈમ્તિયાઝ અહેમદને સુરક્ષાદળોએ ઘેર્યો છે અને બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ઓપરેશન ચાલુ છે અને થોડા સમય બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news