BJP સાંસદ ઉદિત રાજે કહ્યું SC/ST એક્ટમાં પરિવર્તનથી દલિત પરના હૂમલા વધ્યા

પ્રાઇવેટ નોકરીઓમાં પણ અનામત્ત દાખલ કરવાની માંગણી કરી હતી,પાર્ટીનું ટોપ નેતૃત્વ સરકાર સામે મુદ્દો ઉઠાવશે

BJP સાંસદ ઉદિત રાજે કહ્યું SC/ST એક્ટમાં પરિવર્તનથી દલિત પરના હૂમલા વધ્યા

નવી દિલ્હી : ભાજપ સાંસદ ઉદિત રાજે કહ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતી (અત્યાચાર રોકથામ) અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ દલિતોની વિરુદ્ધ અત્યાચારનાં કેસોમાં વધારો થયો છે. કારણ કે હવે કોઇ ડર નથી રહ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જલગાંવ અને મહેસાણામાં જે પણ થયું છે તેના પરથી એવું લાગે છેકે ગુનેગારોમાં સજાનો બિલ્કુલ ખોફ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં જલગાંવ અને ગુજરાતમાં મહેસાણામાં હાલમાં થયેલ બે અળગ-અલગ કેસમાં ત્રણ દલિત યુવકોને માર મારવામાં આવ્યો. તેમણે કહ્યું કે, મોદી, માયાવતી અથવા લાલુ સત્તામાં જે પણ હોય પરંતુ દલિતો વિરુદ્ધ અત્યાચાર ચાલું રહે છે. 

આ સાથે જ ઉદીતે કોન્ટ્રાક્ટની તમામ નોકરીઓમાં અનામત્ત દાખલ કરવાની વાત કરતા અધિકારી લેવલમાં સંયુક્ત સચિવ (જોઇન્ટ સેક્રેટરી) સ્તરનાં અધિકારીઓની સીધી ભર્તીમાં પણ અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતીનાં ઉમેદવાર માટે અનામતની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીનાં ઉચ્ચ નેતૃત્વ અને સાથે જ સરકારની સામે આ સમગ્ર મુદ્દો ઉઠાવશે. 

ઉદિતે કહ્યું કે, હું સંયુક્ત સચિવોની નિયુક્તિમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતીનાં ઉમેદવારો માટે અનામત માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીશ. ઉદિતે હાઇકોર્ટમાં પણ અનામતની માંગ કરી. તેમણે કહ્યું કે, દલિત સમાજ પોતાની વિરુદ્ધ અત્યાચારનાં કેસમાં ચુકાદા મુદ્દે નારાજ છે. તેમણે રાજસ્થાનનાં ભંવરી દેવી સામુહિક બળાત્કા કેસમાં કહ્યું, દલિતોની સાથે અત્યાચારનાં મુદ્દે હાઇખોર્ટના ચુકાદા મુદ્દે આ સમુદાયમાં આક્રોશ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news