ખુશખબરી! 11.8 કરોડ વિદ્યાર્થીઓના ખાતમાં પૈસા જમા કરશે સરકાર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ ટ્વીટ કર્યું, 'એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક મદદ મળશે. તેના માટે ફંડમાં વધુ 1200 કરોડ રૂપિયા આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: મિડ ડે મીલ સ્કીમ (Midday Meal Scheme) હેઠળ બાળકોને ડાયરકેટ બેનિફિટ ટ્રાંસફર (DBT) ના માધ્યમથી ધનરાશિ મોકલી મોકલવામાં આવશે. કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal Nishank) એ મિડ ડે મીલ સ્કીમના તમામ પાત્ર બાળકો માટે ભોજન પકડવાના ખર્ચની બરાબર રકમ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
11.8 કરોડ વિદ્યાર્થીઓને મળશે આર્થિક મદદ
આ પ્રકારે ડીબીટીના માધ્યમથી 11.8 કરોડ વિદ્યાર્થીઓને કેસ રકમ મળશે. તેનાથી મિડ ડે મીલ સ્કીમને ગતિ મળશે. આ ભારત સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) હેઠળ લગભગ 80 કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલોગ્રામના દરે મફત અનાજ વિતરણની જાહેરાતથી અલગ છે.
About 11.8 crore students to be benefited as GoI to provide Monetary Assistance through Direct Benefit Transfer (DBT) under the MDM Scheme. An additional fund of about Rs. 1200 Cr to be provided for this purpose. (1/5)
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 28, 2021
શિક્ષણ મંત્રીએ કર્યું ટ્વીટ
કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ ટ્વીટ કર્યું, 'એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક મદદ મળશે. તેના માટે ફંડમાં વધુ 1200 કરોડ રૂપિયા આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે આ નિર્ણયથી બાળકોના પોષણ સ્તરને સુરક્ષિત રાખવામાં મદદ કરશે અને આ પડકારજનક મહામારીના સમયમાં તેમની ઇન્યુનિટીને બનાવી રાખવામાં મદદ કરશે. કેંદ્ર સરકાર તેના માટે રાજ્ય સરકારો અને કેંદ્ર શાસિત પ્રદેશોના વહિવટીતંત્રને લગભગ 1200 કરોડ રૂપિયાની વધારાની રકમ આપશે.
કેંદ્ર સરકારના આ એકવાર વિશેષ કલ્યાણાકારી ઉપાયથીથી દેશભરના 11.20 લાખ સરકારી અને સરકારી સહાયતાવાળી સ્કૂલોમાં પહેલાંથી આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર લગભગ 11.8 કરોડ બાળકોને લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે