આ નાનકડી બાળકીએ મચાવ્યો તહેલકો, રણવીર સિંહે વીડિયો શેર કરીને દીપિકાને લખ્યું કે, 'તમારા મિની વર્ઝનને ચેકઆઉટ કરો'

રણવીર સિંહે વીડિયો શેર કરવાની સાથે બાળકીના જોરદાર વખાણ પણ કર્યા છે. આ વીડિયોમાં યુવતી સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણે ફિલ્મ રામલીલામાં જે કપડાં પહેર્યા હતા તેવાં જ કપડા આ છોકરી પહેરેલી જોવા મળે છે. દીપિકાની જેમ આ યુવતીએ પણ મેકઅપ કર્યો છે.

આ નાનકડી બાળકીએ મચાવ્યો તહેલકો, રણવીર સિંહે વીડિયો શેર કરીને દીપિકાને લખ્યું કે, 'તમારા મિની વર્ઝનને ચેકઆઉટ કરો'

Viral Video: ઈન્ટરનેટની દુનિયામાં હાલના દિવસોમાં એક 'નાની દીપિકા પાદુકોણ'નો એક વીડિયો ઘણો ખળભળાટ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, રાશિ શિંદે નામની છોકરી ફિલ્મ 'રામલીલા'માં દીપિકા પાદુકોણના ડાયલોગ પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે ફિલ્મનો એક્ટર રણવીર સિંહ પણ આ નાની દીપિકા પર ફિદા થઈ ગયા છે. ત્યારબાદ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ છોકરીનો વીડિયો શેર કર્યો છે.

રણવીર સિંહે શેર કર્યો વીડિયો
રણવીર સિંહે વીડિયો શેર કરવાની સાથે બાળકીના જોરદાર વખાણ પણ કર્યા છે. આ વીડિયોમાં યુવતી સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણે ફિલ્મ રામલીલામાં જે કપડાં પહેર્યા હતા તેવાં જ કપડા આ છોકરી પહેરેલી જોવા મળે છે. દીપિકાની જેમ આ યુવતીએ પણ મેકઅપ કર્યો છે. રામલીલા ફિલ્મના ડાયલોગ્સ પર આ છોકરી લિપ્સસિંક કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે.

માત્ર 20 સેકન્ડનો આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તમને પણ વારંવાર જોવો ગમશે. બાળકીએ વીડિયોમાં એવા જોરદાર એક્સપ્રેશન આપ્યા છે કે ખુદ રણવીર સિંહ પણ બાળકીના દિવાના થઈ ગયા છે. ટ્વિટર પર વીડિયો શેર કરતાં રણવીર સિંહે તેની પત્ની અને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ટેગ કર્યું છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'લીલા જેવું કોઈ નથી!' જુઓ વિડિયો-

— Ranveer Singh (@RanveerOfficial) February 9, 2022

રણવીરે દીપિકાને કર્યું ટેગ 
રણવીર સિંહે આ પહેલા દીપિકાને સંબોધતા લખ્યું હતું કે 'તમારા આ મિની વર્ઝનને ચેકઆઉટ કરો. હું આ નાનકડી દીપિકાના એક્સપ્રેશન્સનો દીવાનો થઈ ગયો છું. તમને જણાવી દઈએ કે બાળકીની સુંદરતા જોઈને દરેક લોકો તેના દિવાના બની રહ્યા છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. જ્યારે વધુને વધુ લોકો વીડિયોને લાઈક અને રીટ્વીટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news