રસ્તા પર ઉકેલ નહીં, SC કરશે નિર્ણય, મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર બોલ્યા અમિત શાહ
Maharashtra-Karnataka Border Dispute: કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સરહદ વિવાદમાં હાલમાં દિવસોમાં તેજી જોવા મળી છે. બંને રાજ્યોમાં એકબીજાના વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ Maharashtra-Karnataka border dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે બુધવાર (14 ડિસેમ્બર) એ દિલ્હીમાં સંસદ ભવનમાં મહત્વની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai) અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) હાજર રહ્યા. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ થયા હતા.
આ બેઠક બાદ અમિત શાહે કહ્યુ કે રાજકીય વિરોધ ગમે તે હોય, બંને રાજ્યોના નેતાએ તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. બંને રાજ્યોમાં કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું ગ્રુપ આ વાતમાં સહયોગ કરશે કે તેને રાજકીય મુદ્દો ન બનાવવામાં આવે. કમિટી બનાવવામાં આવી છે. વિવાદનો ઉકેલ રસ્તા પર આવતો નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવવા સુધી કોઈ રાજ્ય એક-બીજા પર ક્લેમ ન કરી શકે. કમિટી અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવામાં આવે.
સમાધાન રોડ પર ન થઈ શકે
તેમણે કહ્યું કે બંને મુખ્યમંત્રીએ સકારાત્મક વલણ રાખ્યું છે. કુલ મળીને સહમતિ થઈ છે કે વિવાદનું સમાધાન રોડ પર ન થઈ શકે, બંધારણ અનુસાર થઈ શકે છે. બંને તરફથી 3-3 મંત્રી બેઠક કરશે. કુલ 6 મંત્રી બેસી નાના-નાના મુદ્દા પર વાતચીત કરશે. બંને રાજ્યોના વિપક્ષી નેતાઓને પણ ગૃહમંત્રી હોવાને નાતે અપીલ કરુ છું કે તે લોકો આ વાતનો સહયોગ કરશે કે આ મુદ્દાને તે રાજકીય રંગ ન આપે.
#WATCH | Union Home Minister Amit Shah speaks on the Maharashtra-Karnataka border issue after his meeting with the CMs of the two States pic.twitter.com/3Sv80LgEbk
— ANI (@ANI) December 14, 2022
સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવવાનો પ્રયાસ થયો
ગૃહ મંત્રીએ કહ્યુ કે, સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવવાનો પ્રયાસ થયો છે. ઘણા ટ્વીટ્સ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ કરવામાં આવશે. નક્કી થયું છે કે ફેક ટ્વીટના મામલા પર એફઆઈઆર થશે અને જેમણે મોટા નેતાઓના નામથી ફેક ટ્વીટ કર્યાં છે તેમને જનતાની સામે ઉઘાડા પાડવામાં આવશે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદ વિવાદ
મહારાષ્ટ્ર બેલગાવી શહેર અને કર્ણાટકના પાંચ જિલ્લાના 865 ગામો પર દાવો કરી રહ્યું છે. મામલો સર્વોચ્ચ કોર્ટ સમક્ષ છે. કર્ણાટકે મહારાષ્ટ્રની અરજીની વિચારણા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે રાજ્યની સરહદો સંબંધિત મુદ્દાને ઉકેલવાનો અધિકાર માત્ર સંસદની પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે