IPL ની ફાઈનલમાં જાડેજાના 2 ઈશારા, કોઈ સમજે કે ન સમજે.. પણ દિલ્હી પોલીસ સમજી ગઈ!
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) ચાર ઈમરજન્સી સેવાઓના પ્રમોશન માટે અનોખો પ્રયોગ કર્યો છે. જેમાં ક્રિકેટના હરફનમૌલા ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની બે તસવીરોનો ઉપયોગ કર્યો છે. તમે જાણશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
રાજધાનીમાં લોકો માટે હેલ્પલાઈન નંબર 112 પર ચાર પ્રકારની ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં એમ્બ્યુલન્સ, પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રેસ્ક્યૂ સામેલ છે. દિલ્હી પોલીસે શનિવારે એક ટ્વીટ કરી. જેમાં આ હેલ્પલાઈન નંબર અંગે જન જાગૃતિના હેતુથી માહિતી શેર કરાઈ. જેમાં દિલ્હી પોલીસે કહ્યું કે, 'કોઈ પણ સમસ્યા પર જીત મેળવવાનો સરળ ફોર્મ્યુલા. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમને બોલાવવા માટે 112 ડાયલ કરો.'
જનહિતમાં જારી આ પ્રમોશન માટે દિલ્હી પોલીસે રવિન્દ્ર જાડેજાની બે તસવીરોને શેર કરી. જેમાં એક તસવીરમાં જાડેજા ચાર આંગળી દેખાડી રહ્યો છે અને બીજી તસવીરમાં તે ફોન કરવાની મુદ્રામાં છે. દિલ્હી પોલીસના આ પ્રયોગને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
Simple formula to 'win' over any problem- 112#Dial112 to call Police, Fire Brigade, Ambulance and Disaster rescue team!@IPL@imjadeja#DelhiPoliceCares pic.twitter.com/iE0Eoyo1oe
— #DilKiPolice Delhi Police (@DelhiPolice) October 16, 2021
અગાઉ પોલીસ બોલાવવા માટે 100, ફાયર બ્રિગેડ માટે 101, એમ્બ્યુલન્સ માટે 102 ડાયલ કરવું પડતું હતું. હવે ઈન્ટીગ્રેટેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જે હેઠળ દિલ્હીમાં હેલ્પલાઈન નંબર 112 પર જ તમામ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી છે. અન્ય અનેક સેવાઓને પણ જોડવાનો પ્લાન છે.
Corona: ભારતમાં રસીકરણની 'સુપરફાસ્ટ' ઝડપ જોઈ IMF બાદ હવે વર્લ્ડ બેંક પણ થયું ઓળઘોળ, ભરપેટ કર્યા વખાણ
2019માં કેન્દ્ર સરકારના ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી નંબર પ્રોવિઝન હેઠળ આ સુવિધા શરૂ કરાઈ છે. હેલ્પલાઈન નંબર 112 પર 2015થી કામ ચાલુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઈન્ડિયા મુહિમ તરીકે આ હેલ્પલાઈન નંબર અમલમાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે