CSK IPL 2021 જીત્યા બાદ આ ક્રિકેટ બોર્ડે કરી એવી શરમજનક હરકત... દિગ્ગજ ખેલાડીઓ ગુસ્સે ભરાયા, જાણો શું છે મામલો?
એમ એસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે 15 ઓક્ટોબરના રોજ આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો.
Trending Photos
જોહાનિસબર્ગ: એમ એસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે 15 ઓક્ટોબરના રોજ આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન 'યલ્લો આર્મી'માં દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓ પણ સામેલ છે. જેમના યોગદાનના કારણે ચેન્નાઈએ આ સફળતા હાંસલ કરી.
ડુપ્લેસી-તાહિરને કરાયા નજરઅંદાજ
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ 2021નો ખિતાબ જીતી લેતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં લુંગી એનગિડી( Lungi Ngidi )ને અભિનંદન પાઠવ્યા પરંતુ સ્ટાર ઓપનર ફાફ ડુપ્લેસી (Faf du Plessis) અને લેગ સ્પિનર ઈમરાન તાહિર (Imran Tahir) ને બાકાત રાખ્યા. જેના કારણે આ બોર્ડની આકરી ટીકા થઈ અને બાદમાં આ વિવાદાસ્પદ પોસ્ટ હટાવીને નવી પોસ્ટ શેર કરાઈ.
CSA ને પડી ફટકાર
દક્ષિણ આફ્રીકા બોર્ડની ટીકા કરનારાઓમાં મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પણ સામેલ છે. સીએસએએ બાદમાં એક નવી પોસ્ટ શેર કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનારા તમામ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. ફાફ ડુપ્લેસીએ શુક્રવારે રાતે દુબઈમાં સીએસકેને ચોથીવાર ખિતાબ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું.
ડેલ સ્ટેન વરસી પડ્યો
સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક મોટા ખેલાડીઓ જેમ કે ડેલ સ્ટેન દ્વારા આકરી ટીકા થયા બાદ સીએસએએ નવી ટ્વીટ કરી. ટ્વીટમાં લખ્યું કે 'આઈપીએલ 2021 ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમ્યા અને મેચ જીતી તે તમામ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને શુભેચ્છાઓ. ખાસ કરીને ફાફ ડુપ્લેસી જેમણે 'મેન ઓફ ધ મેચ' પરફોર્મન્સ આપ્યું.'
કરી હતી આ શરમજનક હરકત
આ અગાઉ CSK એ ખિતાબ જીત્યા બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 2021નો આઈપીએલ ખિતાબ જીતવા બદલ લુંગી એનગિડીને શુભેચ્છા. પરંતુ બોર્ડે ડુપ્લેસીને નજર અંદાજ કર્યો જે આઈપીએલ ફાઈનલમાં 59 બોલમાં 89 રન બનાવીને મેન ઓફ ધ મેચ બન્યો.
ડુપ્લેસીને લાગ્યું ખરાબ
ડેલ સ્ટેન અને ખુદ ફાફ ડુપ્લેસીને આ અંગે ખરાબ લાગ્યું. તેમની સાથે અન્ય ખેલાડીઓએ પણ સીએસએની ટીકા કરી. સીએસકે માટે 633 રન જોડીને સીઝનના બીજા સૌથી વધુ રન કરનારા ખેલાડીએ આ સંદેશનો એવો જવાબ આપ્યો 'રિયલી?'
સ્ટેને શું કહ્યું?
ડેલ સ્ટેને લખ્યું કે આ એકાઉન્ટ કોણ ચલાવી રહ્યું છે? ફાફે હજુ નિવૃત્તિ લીધી નથી, ઈમરાને પણ નિવૃત્તિ નથી લીધી. બંને ખેલાડીઓએ સીએસએને આટલા વર્ષો સુધી પોતાની સેવા આપી છે અને તેમનો ઉલ્લેખ ન કરવો તે યોગ્ય ન લાગ્યું? ધિક્કાર છે.
CSA ના આબરૂના ધજાગરા ઉડ્યા
ડેલ સ્ટેને ટ્વીટ કરી, ક્રિકેટ સાઉથ આફ્રિકા પોતે જ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ટીકાનો પટારો ખોલે છે. જે પણ આ એકાઉન્ટ જોઈ રહ્યું છે તેની સાથે પણ વાત કરવાની જરૂર છે.
CSA opening a can of worms for themselves with their Twitter and Instagram.
Whoever’s running those accounts needs a talking too.
— Dale Steyn (@DaleSteyn62) October 16, 2021
CSA now blocked the comments section.
Here’s some advice.
Do the right thing.
Delete the post and add all the men involved, save yourself the embarrassment and ridicule.
— Dale Steyn (@DaleSteyn62) October 16, 2021
T20 WC માં નહી રમે ડુપ્લેસી
જ્યારે ટી20 લીગમાં રમવા અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ વચ્ચે સંતુલન જાળવવાના બોર્ડના ફરમાનોને તેમણે માનવાનો ઈન્કાર કરી દીધો હતો ત્યારે ડુપ્લેસી અને સીએસએના સંબંધો ખરાબ થયા. બંને સિલેક્શન માટે ઉપલબ્ધ હોવા છતાં બોર્ડે તેને અને તાહિરને ટી20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ન કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે