અનલોક 2

કોરોનાને રોકવા AMCની નવી રણનીતિ, હોટલ તથા સાર્વજનિક સ્થળોએ ટેસ્ટીંગ શરૂ કર્યાં

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. આવામાં કોરોનાના કેસને કાબૂમાં રાખવું જરૂરી બની ગયું છે. ત્યારે એએમસી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. Amc દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે. 

Jul 25, 2020, 02:56 PM IST

સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, પરીક્ષા બાદ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે ટ્રીટમેન્ટ માટે 1 લાખની સહાય કરાશે

રાજકોટ-કોરોના વાયરસ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ શરૂ થઈ છે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરીને એન્ટ્રી અપાશે. માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી દવાઓ આપવામાં આવશે. 

Jul 25, 2020, 01:03 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST

શ્રાવણ મહિનાને કારણે અમદાવાદના મંદિરોમાં ટેસ્ટીંગ, 3 કોરોના પોઝિટિવ નીકળ્યાં

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બાદ ધાર્મિક  સ્થળો પર કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા 2 દિવસમાં 40 જેટલા ધાર્મિક સ્થળો પર 564 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના ઘુમાના ભીમનાથ મહાદેવમાં સવારથી સાંજ સુધી 60 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

Jul 25, 2020, 10:57 AM IST

અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી

અમદાવાદ શહેરના 7 ઝોનની વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી 27 દિવસ આ અભ્યાસ કરાયો હતો. તેમાં સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 17.50ની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી.

Jul 24, 2020, 07:58 AM IST

ગુજરાત શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જોકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે.

Jul 23, 2020, 12:44 PM IST

CM રૂપાણીની IMAના તબીબોને અપીલ, કોરોનાની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવો

ગુજરાતમાં કોરોનાનું સામ્રાજ્ય સતત વિકસી રહ્યું છે. કોરોનાના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે તેવું કહી શકાય. આવામાં સારવાર માટે વધુ તબીબોની જરૂર પડી શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે.  

Jul 23, 2020, 07:58 AM IST

GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. યુજી, પીજી અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે. કોરોના મહામારીમાં GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષા 30 જુલાઈએ લેવાશે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ના આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. 

Jul 22, 2020, 03:37 PM IST

કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 

Jul 22, 2020, 03:16 PM IST

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ

ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. 

Jul 22, 2020, 02:25 PM IST

બેરોજગાર બનેલા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી

કોરોનાને કારણે સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. સાથે જ તેને સંલગ્ન વ્યવસાય પર પણ મોટી અસર પડી છે. શિક્ષકોથી લઈને વાન ચાલકો, ટ્યુશન સંચાલકો સૌ અટવાયા છે. આવામાં સ્કૂલની વર્ધી ચલાવતા વાહન ચાલકોને પણ મોટો ફટકો પડ્યો છે. આવામાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી છે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજુઆત માટે સમય માંગ્યો છે. 

Jul 21, 2020, 11:37 AM IST

મોરબીમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળ્યો, 2 સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ચોખ્ખી ના પડાઈ

વારંવાર કહેવાય છે કે, કોવિડના દર્દીઓ સાથે ખરાબ વ્યવહાર ન કરવો, છતાં લોકો દુર્વ્યવહાર કરે છે. એટલું જ નહિ, કોરોનાના દર્દીને મોત બાદ પણ અંતિમ સંસ્કાર કરવા માટે સમસ્યા ઉભી કરે છે. તાજેતરમાં જ ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોનાના દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર માટે વિવાદો ઉભા કરાયા હતા. ત્યારે હવે મોરબીમાં પણ વિવાદો ઉઠ્યા છે. મોરબીમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વધુ એક સ્મશાન પાસે વિરોધ કરાયો છે. જેને કારણે મૃતકના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. 

Jul 19, 2020, 04:01 PM IST

ભરૂચ : ગુજરાતમાં પહેલીવાર કોરોનાના મૃતકો માટે અલગ સ્મશાનગૃહ બનાવાયું

સમગ્ર રાજ્યમાં પહેલીવાર એવું છે કે કોરોનાના દર્દીઓ માટે અલાયદા સ્મશાન ગૃહ ઉભુ કરવાની જરૂર પડી છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું છે. જિલ્લાના કોરોના દર્દીના અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને પગલે અલગ કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવાની જરૂર પડી છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે પતરાના શેડ ઉભા કરીને સાથે કોવિદ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

Jul 19, 2020, 03:33 PM IST

સુરતનો ITI પાસ ભેજાબાજ ઈસ્માઈલ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઘરે બનાવતો હતો!!!

રાજ્યમાં કોરોનાના દર્દી માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોરોનાના રિકવર દર્દીને પણ હાર્ટએટેક આવી જાય તેવા ખુલાસા થયા છે. સુરતમાંથી જે નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન પકડાયું છે, તે ઈન્જેક્શન માત્ર આઈટીઆઈટીઆઈ પાસ યુવક બનાવતો હતો. તે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે સ્ટીરોઈડ વેચતો હતો. સુરતનો રહેવાસી ઈસ્માઈલ નામના યુવક પોતાના ઘરે સામગ્રી લાવીને સ્ટીરોઈડના મદદથી મોંઘુદાટ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન બનાવતો હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે.

Jul 19, 2020, 03:03 PM IST

વડોદરામાં MGVCLનું આડેધડ બિલ ફટકારવાનું ચાલું, સામાન્ય પરિવારને 60 હજારનું બિલ પકડાવ્યું

કોરોના મહામારીને કારણે લોકોની આવક ટૂંકી થઈ છે, ત્યાં બીજી તરફ લોકોને કેટલીક બાબતોમાં મોટો ફટકો પડી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી વધુ લાઈટબિલ અનેક લોકોની પરેશાનીનું કારણ બની રહ્યાં છે. ત્યારે વડોદરામાં એક પરિવારને વિજ કંપની 60 હજારનું બિલ ફટકાર્યું છે. 

Jul 19, 2020, 01:39 PM IST

વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ

કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.

Jul 19, 2020, 12:20 PM IST

દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...

હાલ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ટોઝિલિઝુમેબ ઈન્જેક્શન ચર્ચાઈ રહ્યાં છે. કોરોનાના દર્દીને ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન (tocilizumab injection) નો કાળો કારોબાર પણ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરતમાં તપાસ પહોંચી છે. અમદાવાદના એક દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું હતું. ત્યારે દર્દીના સગાને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહ સાથે ઝી કલાકે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.

Jul 19, 2020, 12:01 PM IST

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહોંચ્યું

અમદાવાદ અને સુરતમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન મામલે નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર કોરોના માટે આવશ્યક દવાઓ પરિયાપ્ત માત્રમાં મળે તેના માટે કટિબદ્ધ છે. ટોસિલિઝુમેબ સ્વિત્ઝરલેન્ડમાંથી મંગાવીએ છીએ. મેના પહેલા અઠવાડિયામાં આ દવાનો પ્રયોગ ગાંધીનગરમાં બે દર્દીઓ પર થયો હતો. ત્યારબાદ આ મોંઘી દવા દર્દીઓને બચાવતી હોય તો જથ્થો પૂરો પાડવાનો આદેશ સરકારે કર્યો છે. દર્દીના શરીરમાં કોરોના વાયરસનો જથ્થો વધી જાય એટલે ટોસિલિઝુમેબ ઈન્જેકશન મદદરૂપ નીવડે છે. આ ઈન્જેક્શનના સારા પરિણામ મળ્યા છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવું જરૂરી હોય છે. રાજ્યની સરકારી હોસ્પિટલને મફતમાં આપ્યા છે. અત્યાર સુધી 6400 ઇન્જેક્શનમાંથી 50 ટકા સરકારી અને 50 ટકા ખાનગી હોસ્પિટલને ફાળવ્યો છે.

Jul 19, 2020, 11:37 AM IST

શું મચ્છરોથી કોરોના વાયરસ ફેલાય છે? શોધકર્તાઓએ શોધ્યો આનો જવાબ

કોરોના વાયરસને લઈને અનેક રિસર્ચ અને સ્ટડી થઈ રહ્યાં છે કે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેવી રીતે કોરોના (coronavirus) ફેલાઈ રહ્યો છે. કયા કયા માધ્યમથી સંક્રમણ ફેલાઈ શકે છે. તેને લઈને અમેરિકાની કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ એક રિસર્ચ થયું છે. આ રિસર્ચમાં મળેલ પરિણામ રાહત આપનારું છે. હકીકતમાં, યુનિવર્સિટીની એક ટીમે રિસર્ચ કર્યું હતું કે, શું મચ્છરથી કોરોના વાયરસ (Transmission) ફેલાય છે. શું તે માણસોના શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં આ સવાલોનો પોઝિટિવ જવાબ મળ્યો છે. 

Jul 19, 2020, 10:18 AM IST

વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્નાટો

વડોદરામાં કોરોનાથી મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના (coronavirus) થી વધુ એક ભાજપી નેતાનું મોત થયું છે. ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ, નેતાઓના સતત મોતી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. 

Jul 19, 2020, 09:37 AM IST