IND vs SA: ઉમેશે બેટિંગે મચાવી ધમાલ, તોડ્યો ફ્લેમિંગનો 15 વર્ષ જૂનો રેકોર્ડ

રાંચી સામે પહેલી બે ટેસ્ટ મેચ જીત્યા બાદ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પોતાના નામે ન કરી તો એવું નહી લાગે કે ટેસ્ટ મેચ રોમાંચક નહી હોય. ટીમ ઇન્ડીયા જ્યાં ક્લીન સ્વીપના ઇરાદે રાંચી આવી તો બીજી તરફ મેહમાન ટીમે લાજ બચાવવા માટે કમર કસી. ટીમ ઇન્ડીયાની પહેલી ઇનિંગમાં 39 રન પર ત્રણ વિકેટ પડી ગઇ હતી.

IND vs SA: ઉમેશે બેટિંગે મચાવી ધમાલ, તોડ્યો ફ્લેમિંગનો 15 વર્ષ જૂનો રેકોર્ડ

નવી દિલ્હી: જ્યારે ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ (India vs South Africa) સીરીઝની ત્રીજી ટેસ્ટ માટે રાંચી આવયા તો ત્યાં ટીમ ઇન્ડીયને સારી શરૂઆત મળી નહી. પરંતુ રોહિત અને રહાણેએ ટીમ ઇન્ડીયાની ઇનિંગને મોટો સ્કોર આપ્યો. બીજા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી ટીમ ઇન્ડીયાએ 497 રન પર ઇનિંગ પુરી કર્યાની જાહેરાત બાદ આફ્રીકા બે બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા. આ દરમિયાન ઉમેશ યાદવ (Umesh Yadav) એ એક 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો. 

ખરાબ શરૂઆત બાદ છવાયા ભારતી બેટ્સમેન 
રાંચી સામે પહેલી બે ટેસ્ટ મેચ જીત્યા બાદ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પોતાના નામે ન કરી તો એવું નહી લાગે કે ટેસ્ટ મેચ રોમાંચક નહી હોય. ટીમ ઇન્ડીયા જ્યાં ક્લીન સ્વીપના ઇરાદે રાંચી આવી તો બીજી તરફ મેહમાન ટીમે લાજ બચાવવા માટે કમર કસી. ટીમ ઇન્ડીયાની પહેલી ઇનિંગમાં 39 રન પર ત્રણ વિકેટ પડી ગઇ હતી. ત્યારબાદ રોહિત શર્માએ ફરીથી બેવડી સદી ફટકારી અને અજિંક્ય રહાણે સાથે 267 રનની ભાગીદારી કરી. ત્યારબાદ રવિંદ્ર જાડેજા અને ઉમેશ યાદવે પણ સારું પ્રદર્શન કર્યું. 

ઉમેશે સ્ટીફન ફ્લેમિંગનો તોડ્યો રેકોર્ડ
ટીમ ઇન્ડીયાની ઇનિંગના અંતમાં ઉમેશ યાદવે કેટલાક જોરદાર શોટ્સ ફટકારી ટીમના કેપ્ટન વિરાટ સહિત ફેન્સનું પણ દિલ જીતી લીધું. ઉમેશે ફક્ત 10 બોલમાં 31 રનની ઇનિંગ રમી અને તેમાં તેમણે 5 સિક્સર ફટાકરી. આ ઇનિંગમાં ઉમેશ યાદવ તે રેકોર્ડ તોડી દીધો જે સામાન્ય રીતે મોટા મોટા બેટ્સમેનોના નામે હોય છે. ઉમેશે ન્યૂઝીલેંડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેંમિંગ (Stephen Fleming) એક ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ તોડી દીધો.  

સરેરાશમાં બનાવ્યો આ રેકોર્ડ
15 વર્ષ પહેલાં ફ્લેમિંગે 11 બોલમાં 31 રનની ઇનિંગ 2004માં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમી હતી. ફ્લેમિંગફ્લેમિંગની આ ઇનિંગમાં સ્ટ્રાઇક રેટ 281.81 હતી. પરંતુ ઉમેશે ફક્ત દસ બોલમાં જ 31 રન ફટકાર્યા અને પોતાની સ્ટ્રાઇક રેટ 310 કરી દીધી. ઉમેશે 42 ટેસ્ટની 47 ઇનિંગ ફક્ત 283 રન જ બનાવ્યા છે અને 31 રનની આ ઇનિંગ તેમના ટેસ્ટ કેરિયરની બેસ્ટ ઇનિંગ છે. તેમના નામે હવે 16 ચોગ્ગા અને 14 સિક્સર ફટકારી ચૂક્યા છે. 

રોહિતે પણ તોડ્યો ખાસ રેકોર્ડ
આ ઇનિંગમાં રોહિત શર્માએ પોતાના કેરિયરની બેવડી સદી ફટકારવાની સાથે જ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનનો ઘરેલૂ મેદાનો પર સૌથી વધુ ટેસ્ટ સરેરાશ રેકોર્ડ તોડી દીધો છે. બ્રેડમેનનો ઘરેલૂ મેદાન પર સરેરાશ રનરેટ 98.22 છે. રોહિતે પોતાની સરેરાશ રનરેટ 99.84 છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news