સાવિત્રીબાઇ ફુલેએ છોડ્યું ભાજપ, કહ્યું રામ મંદિર નહી સંવિધાન જોઇએ

ભાજપ દ્વારા હું દલિત હોવાનાં કારણે મને નજરઅંદાજ કરવામાં આવી અને મારી વાતો પણ સ્વિકારવામાં ન આવી

સાવિત્રીબાઇ ફુલેએ છોડ્યું ભાજપ, કહ્યું રામ મંદિર નહી સંવિધાન જોઇએ

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં બહરાઇચથી ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ ગુરૂવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું. ફુલેનાં રાજીનામું આપ્યા બાદ કહ્યું કે, દલિતોને શ્રીરામ મંદિર નહી, સંવિધાન જોઇએ. હનુમાનજી પણ દલિત હતા ત્યારે ભગવાનશ્રીરામે તેમને વાંદરા બનાવ્યા. તેમણે કહ્યું કે, દલિત સાંસદ હોવાનાં કારણે મારી વાતોને અને મને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આજે હું ભાજપમાંથી રાજીનામું આપી રહી છું. 

સાવિત્રીબાઇ ફુલેએ કહ્યું કે, સંવિધાનને સમાપ્ત કરવાનું કાવત્રી કરવામાં આવી રહ્યું છે. દલિત અને પછાત અનામતની મોટી બારીકીથી સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. હું જ્યાં સુધી જીવીત છું ઘરે પરત નહી જઉ. સંવિધાનને સંપુર્ણ રીતે લાગુ કરીશ. 23 ડિસેમ્બરના રોજ લખનઉનાં રમાબાઇ મેદાનમાં મહારેલી કરવા જઇ રહી છું. તેમાં મોટી જાહેરાત કરીશ.તેમણે આગળ કહ્યું કે, હું સાંસદ છું જ્યાં સુધી કાર્યકાળ છે સાંસદ રહીશ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, હનુમાનજી દલિત હતા, એટલે જ રામે તેમને વાનર બનાવ્યા હતા. દલિતોને મંદિર નહી સંવિધાન જોઇએ. 

બહરાઇચથી ભાજપનાં સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ ગત્ત દિવસોમાં કહ્યું હતું કે, હનુમાન દલિત હતા અને મનુવાદિઓનાં ગુલામ હતા. જો લોકો કહે છે કે ભગવાન રામ છે અને તેમનો બેડો પાર કરાવવાનું કામ હનુમાનજીએ કરાવ્યું હતું. તેમાં જો શક્તિ હતી તો જે લોકોએ તેમનો બેડો પાર કરાવવાનું કામ કર્યું, તેને વાનર કેમ બનાવી દીધા? તેમની પુંછડી લગાવી દેવામાં આવી. તેમનાં મોઢા પર કાળો કલર કરી દીધો. કારણ કે તેઓ દલિત હતા. એટલા માટે પણ તેમનું અપમાન કરવામાં આવ્યું. 

તેમણે કહ્યું કે, અમે તો તે જોઇએ છીએ કે હવે દેશ તો ના ભગવાનનાં નામે ચાલશે ન તો મંદિરના નામે. હવે દેશ ચાલશે તો ભારતીય સંવિધાનનાં નામે. અમારા દેશનું સંવિધાન ધર્મનિરપેક્ષ છે. તેમાં તમામ ધર્મોની સુરક્ષાની ગેરેન્ટી છે. તમામને સમાન અધિકાર છે. કોઇને નુકસાન પહોંચાડવાનો કોઇને અધિકાર નથી. એટલા માટે જે પણ જવાબદાર લોકો વાત કરે ભારતના સંવિધાન હેઠળ કરે. બિન જવાબદારીપુર્ણ વાત કરવાથી જનતાને એકવાર ફરી વિચારવા પર મજબુર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news