અનુષ્કા શર્મા છે પ્રેગનન્ટ ? થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી

રણવીર અને દીપિકા તેમજ પ્રિયંકા અને નિકના લગ્નના સમાચાર હજી ગાજી રહ્યા છે ત્યાં એક વર્ષ પહેલાં પરણેલી અનુષ્કા શર્મા પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે

Updated: Dec 6, 2018, 04:17 PM IST
અનુષ્કા શર્મા છે પ્રેગનન્ટ ? થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી

મુંબઈ : રણવીર અને દીપિકા તેમજ પ્રિયંકા અને નિકના લગ્નના સમાચાર હજી ગાજી રહ્યા છે ત્યાં એક વર્ષ પહેલાં પરણેલી અનુષ્કા શર્મા પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આખરે આ અનુષ્કાએ આ મામલે સ્પષ્ટતા કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશન દરમિયાન અનુષ્કા સતત આ સવાલનો સામનો કરી રહી છે. અનુષ્કાએ ઝીરો પછી બીજી કોઈ ફિલ્મ સાઈન ન કરી હોવાથી પણ આ ચર્ચાને વેગ મળ્યો છે.

સાત જ દિવસમાં 500 કરોડ કરતા વધારે કમાણી ! આ છે '2.0'નું Box Office રિપોર્ટકાર્ડ

ઝીરોના એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાએ કહ્યું, “લોકો તમારા વિષે કંઈક તો વાતો કરશે જ. આ સાવ નકામી વાત છે અને તમે આ વાત છૂપાવી પણ નથી શકતા. તમે લગ્ન છૂપાવી શકો, પ્રેગનેન્સી નહિ. લોકો કંઈપણ લખે છે અને મહિનાઓ પછી મૂર્ખ ઠરે છે.”

અનુષ્કાએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે લૂઝ કપડામાં દેખાય તેટલી વાર પાપારાઝીએ તેની પ્રેગનેન્સીની અફવા ફેલાવવાની જરૂર નથી. અનુષ્કા એક માત્ર આવી એક્ટ્રેસ નથી. તેના ઉપરાંત પણ લગ્ન કરનારી બીજી ઘણી એક્ટ્રેસીસ આવી અફવાઓનો સામનો કરી ચૂકી છે. અનુષ્કાએ કહ્યું કે તે આજકાલ એટલી વ્યસ્ત છે કે આ મામલે કોઈ વિચાર નથી કરી રહી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...