UPI લેવડદેવડ માટે નવો નિયમ? ઓનલાઈન પેમેન્ટમાં લાગશે 4 કલાક! જાણો સમગ્ર મામલો
ઓનલાઈન લેવડદેવડ કરવામાં ફ્રોડ એક મોટી સમસ્યા બની રહ્યું છે. જેનાથી છૂટકારો મેળવવા માટે સરકાર અનેક પ્રકારની કોશિશ કરી રહી છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડને રોકવા માટે નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે, જેના માટે અનેક પ્રસ્તાવો પણ મળ્યા છે.
Trending Photos
ઓનલાઈન લેવડદેવડ કરવામાં ફ્રોડ એક મોટી સમસ્યા બની રહ્યું છે. જેનાથી છૂટકારો મેળવવા માટે સરકાર અનેક પ્રકારની કોશિશ કરી રહી છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડને રોકવા માટે નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે, જેના માટે અનેક પ્રસ્તાવો પણ મળ્યા છે. જો આ પ્રસ્તાવોને લાગૂ કરવામાં આવે, તો ઓનલાઈન ફ્રોડની ઘટનાઓને ઓછી કરી શકાય છે. આવો જાણીએ આ પ્રસ્તાવો વિશે...
UPI પેમેન્ટમાં 4 કલાકનો વિલંબ
સરકાર તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે કે જેમાં યુપીઆઈ લેવડદેવડની મર્યાદિત કરવાનો નિર્દશ અપાયો છે. જે હેઠળ જો તમે 2000 રૂપિયાથી વધુના ઓનલાઈન પેમેન્ટ કોઈને પહેલીવાર કરી રહ્યા હોવ તો તેમાં 4 કલાકનો વિલંબ થઈ શકે છે. તેનાથી ફ્રોડને રોકી શકાય છે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે 4 કલાકના વિલંબથી ઓનલાઈન પેમેન્ટની રાહમાં નવી સમસ્યા પેદા થઈ શકે છે. કારણ કે જો તમે 2000 રૂપિયા કે તેનાથી વધુની ગ્રોસ આઈટમ કે કોઈ સામાન ખરીદો તો તમારે 4 કલાક મોડા પેમેન્ટની રીતને કારણે ગ્રોસરી સેલર સામાન આપે નહીં.
ઓનલાઈન ફ્રોડ બની સમસ્યા
અત્રે જણાવવાનું કે હાલના સમયમાં પહેલીવાર કોઈને 5000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરી શકાતા નથી. જ્યારે એકવાર 5000 રૂપિયા પેમેન્ટ કર્યા બાદ આગામી 24 કલાકમાં 50000 રૂપિયાથી વધુ પેમેન્ટ કરી શકાય છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ વર્ષ 2022-23માં કુલ પેમેન્ટના 13530 ફ્રોડ પેમેન્ટ સામેલ રહ્યા છે. તેની કુલ કિંમત 30.252 કરોડ રૂપિયા છે. આ ફ્રોડમાં 49 ટકા કે 6659 કરોડ રૂપિયા ડિજિટલ પેમેન્ટ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે